GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ શહેર સ્થિત સિદ્ધનાથ મહાદેવ મંદિરના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને મહારુદ્ર યજ્ઞ યોજાયો.

તારીખ ૦૬/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલા ૨૩૨ વર્ષ જુના સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર અને નવ નિર્માણ થયેલ ભગવાન દત્તાત્રેય મંદિર ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે આજરોજ ચોર્યાસી બ્રાહ્મણ સમાજ દ્વારા ત્રણ દિવસ થી ચાલતા મહોત્સવ ના અંતિમ દિવસે ભગવાન ગણેશજી, માતા પાર્વતીજી, ભગવાન હનુમાનજી, નંદી મહારાજ અને કાચબા ની મુર્તિ સહિત ભગવાન દત્તાત્રેય ની મુર્તિ ની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ હતી. મંદિરના શિખરનુ સ્થાપન કરવામાં આવ્યું.મહારુદ્ર યજ્ઞ યોજાયો અને મહાઆરતી બાદ મહા પ્રસાદી લેવામાં આવી હતી. ખુબજ ભક્તિભાવ પુર્વક યોજાયેલ ત્રી દિવસીય મહોત્સવ મા સર્વ સમાજના લોકોએ ખુબજ ભક્તિભાવ અને ઉત્સાહ પુર્વક ભાગ લીધો હતો.





