GUJARATPANCHMAHALSHEHERA

પંચમહાલ જિલ્લામાં PMDDKY માટે એક્શન પ્લાન તૈયાર કરવા જિલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષતામાં બેઠક યોજાઈ

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લામાં પ્રધાનમંત્રી ધન-ધાન્ય કૃષિ યોજના (PMDDKY) અંતર્ગત એક્શન પ્લાન તૈયાર કરવા માટે જિલ્લા કલેકટર શ્રી અજય દહિયાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની સમિતિની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

બેઠકમાં જિલ્લા કલેકટરશ્રીએ કૃષિ ઉત્પાદકતામાં વધારો કરવા, પાકની વિવિધતા (Crop Diversification) અને ટકાઉ કૃષિ પદ્ધતિઓ (Sustainable Agriculture Practices) અપનાવવા પર ભાર મૂક્યો હતો. વધુમાં, પંચાયત અને બ્લોક સ્તરે પાક સંગ્રહ (Crop Storage) સુવિધાઓમાં વૃદ્ધિ કરવા અને સિંચાઈની સુવિધાઓને વધુ સુધારવા માટે સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી, જરૂરી સૂચનો અને ઇનપુટ્સ મેળવ્યા હતા. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ PMDDKY યોજનાના લક્ષ્યોને અસરકારક રીતે હાંસલ કરવા માટે સમયબદ્ધ અને નક્કર વ્યૂહરચના ઘડવાનો હતો.

બેઠકમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ બાગાયત નિયામકશ્રી, નાયબ પશુપાલન નિયામક સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

Back to top button
error: Content is protected !!