BHARUCHGUJARAT

ભરૂચ : વર્ષાઋતુના આગોતરા આયોજન સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી 

ભરૂચ : વર્ષાઋતુના આગોતરા આયોજન સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૮/૦૪/૨૦૨૪

 

વર્ષાઋતુ – ૨૦૨૪ના આગોતરા આયોજન સંદર્ભે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને આયોજન ભવન ભરૂચના સભાખંડમાં બેઠક મળી હતી.

 

બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી કલેક્ટરે આગામી ચોમાસાની ઋતુમાં સંભવિત પૂર, વાવાઝોડું અને આકસ્મિક વરસાદની સંભાવનાને પહોંચી વળવા આગોતરું આયોજન ઘડી કાઢવા ઉપસ્થિત તમામ અધિકારીઓને તાકીદ કરી હતી. તેમણે પ્રિ-મોન્સુન દરમિયાન દરેક વિભાગે કરવાની થતી કામગીરીનું ઉપયોગી માર્ગદર્શન પુરૂ પાડી દરેક વિભાગે પોતાના હસ્તકની કામગીરી જવાબદારીપૂર્વક અને સતર્કતાથી કરવાની રહેશે.

 

બેઠકમાં વર્ષાઋતુ પહેલાં ટીડીએમપી/વીડીએમપી પ્લાન અપડેટ કરવાના રહેશે અને ઓનલાઈન અપડેટ કરી લાઈઝનની સહીવાળું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે. આપત્તિ ઘટનાના સમયે અસરગ્રસ્ત લોકો સુધી સાચી વિગતો તૈયાર કરી જાહેરજનતાને અવગત કરવાની સાથે પુરતી માહિતીની જાણકારી મળી રહે તે માટેનું આયોજન કરવું, વર્ષાઋતુ/પૂર દરમિયાન કોઈ રોગચાળો ન ફેલાય તે અંગે તકેદારી રાખવા, સ્વાસ્થ્યના તાકીદના પગલાં લેવા, પીવાનુ આરોગ્યપ્રદ પાણી મળે તેવી વ્યવસ્થા ગોઠવવા, મેડીકલ ટીમો, પૂરતી દવાઓનો જથ્થો, વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટેનું આયોજન, શહેરી વિસ્તારમાં જિલ્લા કંટ્રોલરૂમના સંપર્કમાં રહી લોકોને સાવચેત કરવા અને મળેલ આગાહીની લોકોને રીક્ષામાં માઈક ધ્વારા જાણકારી આપવા, નગરસેવાસદનનો અલગ કંટ્રોલરૂમ રાઉન્ડ ધી ક્લોક શરૂ કરવા, ખેતીની જમીન પાકને નુકશાન થયેલ હોય તો તે અંગે સર્વેની ટીમો બનાવી જરૂરી કાર્યવાહી કરવા, જિલ્લાના ઉદ્યોગોમાં જાનહાની કે માલની નુક્શાની નિવારવા તમામ જરૂરી પગલાં લેવા, બચાવ રાહત કામગીરી માટે તરવૈયાઓની યાદી તૈયાર કરવા, અસરગ્રસ્ત ગામોના લોકોને કયા સ્થળે સ્થળાંતર કરવું જે સ્થળ સુરક્ષિત છે કે કેમ તેની ચકાસણી કરી, ભવિષ્યમાં જરૂર પડે ફુડ પેકેટનું આયોજન કરવું, પશુ જાનહાની માટે સર્વે ટીમો તૈયાર રાખવા, ડી વોટરીંગ પંપના સેટ તૈયાર રાખવા, અસરગ્રસ્ત વિસ્તારના લોકોને શુધ્ધ પાણીની વ્યવસ્થા કરવી, વાવાઝોડ – પૂર અંગેની ચેતવણી મળ્યેથી માછીમારો દરિયામાં માછીમારી માટે જાય નહીં તેનું આયોજન કરવું, દરિયાકાંઠા વિસ્તારમાં મીઠુ પકવતા અગરિયાઓને યાદી તૈયાર કરવી વિગેરે બાબતોએ તબક્કાવાર દરેક વિભાગ હસ્તકની કામગીરીની વિસ્તૃત ચર્ચા થઈ હતી અને ઉપયોગી માર્ગદર્શન કલેક્ટરશ્રીએ પૂરૂ પાડ્યું હતું.

 

બેઠકમાં ભરૂચ જિલ્લામાં વર્ષાઋતુ – ૨૦૨૪ દરમિયાન જિલ્લામાં આવેલ તમામ ડ્રેનેજ લાઈન તથા કાંસો સફાઈની કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા સબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી. સ્વૈચ્છિક સંસ્થાઓની યાદી સંપર્ક માહિતી તેમજ બોટ, હોડી, તરવૈયા અને આનુસંગીક સાધન સામગ્રી, જનરેટરોની વ્યવસ્થા આગોતરી કરવી અને ચકાસણી કરવાની તમામ મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીને સૂચના આપી હતી. ભરૂચ જિલ્લાના તમામ જિલ્લા, તાલુકાકક્ષાના અધિકારીઓ સહિત ગ્રામ્યકક્ષાએ તલાટીઓએ સાવધાની અને સતર્કતાથી કામગીરી કરવા જણાવાયું હતું.

 

બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.આર.ધાધલ,આદિજાતી વિભાગના વડા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, જિલ્લાના પ્રાંત અધિકારીઓ, મામલતદારો, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના અધિકારીગણ, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીગણ ઉપસ્થિ

ત રહ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!