
તા.૦૯.૧૨.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારી મિલિન્દ દવેના અધ્યક્ષ સ્થાને SIR કામાગીરી અંતર્ગત રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ સાથે યોજાઈ બેઠક
ભારતના ચૂંટણી પંચ દ્વારા હાલમાં ચાલી રહેલ મતદારયાદી સઘન સુધારણા કાર્યક્રમ એટલે કે SIR અંતર્ગત અત્રેના ૧૩૨ દાહોદ વિધાનસભા મત વિસ્તારમાં આવતા દાહોદ તાલુકાના અનકલેકટેડ ફોર્મની કામગીરી બાબતે મતદાર નોંધણી અધિકારી અને પ્રાંત અધિકારી દાહોદના અધ્યક્ષ સ્થાને દાહોદ પ્રાંત કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં અનકલેકટેડ ફોર્મ વિશે તેમજ વિતરણ થયેલ ફોર્મ વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી મતદારોની શોધખોળ કરી અને તેઓનું ફોર્મ ભરવા વિશે જણાવવામાં આવ્યું હતું. અનકલેકટેડ મતદારો એટલે કે, મૃત્યુ પામેલ, સ્થાળાંતર કરી ગયેલા, ગેરહાજર ( વિઝીટમાં મળ્યા ના હોય તેવા ) આવા મતદારો વિશેની માહિતી તેની એક સંકલિત યાદી બનાવી હાજર રહેલ રાજકીય પક્ષોના પ્રતિનિધીઓને આપવામાં આવી હતી.આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી. કોંગ્રેસ પાર્ટીના અગ્રણી, આમ આદમી પાર્ટી દાહોદ અગ્રણી તેમજ રાજકીય આગોવાનો ઉપસ્થિત રહ્યા હતા





