
સમીર પટેલ, ભરૂચ
એડોલેશન્ટ એજ્યુકેશન પ્રોગામ અંતર્ગત સાહોલ શાળામાં રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના નેજા હેઠળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની અનુશ્રયામાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભરૂચ તથા તાલુકા કાનૂની સેવા સમિતિ હાંસોટના સંયુક્ત ઉપક્રમ દ્વારા આયોજિત “પોક્સો એક્ટ”કાનૂની જાગૃતિ કાર્યક્રમ શિબિરમાં હાંસોટ અંકલેશ્વરના લીગલ એડવોકેટ નિર્લેપભાઈ વલ્લભભાઈ પટેલ તેમજ પેરાલીગલ વોરિયેન્ટર મોહસીનભાઈ મિસ્ત્રીએ પ્રાથમિક શાળા સાહોલમાં ધોરણ 6 થી 8 માં અભ્યાસ કરતાં બાળકોને રોજની બનતી ઘટનાઓ જેવી કે બાળકો સાથે શારીરિક અડપલા, જાતીય હુમલો, જાતીય સતામણીની સમજ પોક્સો એક્ટ દ્વારા આપી હતી. જે બદલ શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકી તેમજ મદદનીશ શિક્ષક જનકભાઈએ તેઓનો આભાર વ્યક્ત કર્યો હતો.



