BHACHAUGUJARATKUTCH

ભચાઉ ખાતે ૭૯માં સ્વાતંત્ર્ય પર્વનું યોજાયું ગ્રાઉન્ડ રિહર્સલ.

કલેક્ટર આનંદ પટેલે કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારી ઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભચાઉ કચ્છ.

ભચાઉ ખાતેની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં નાગરિકોને સહભાગી થવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ

ભચાઉ ,તા-૧૩ ઓગસ્ટ : ૭૯માં સ્વાતંત્ર્યપર્વની જિલ્લાકક્ષાની ઉજવણી આન-બાન-શાનથી થાય તે માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓનું ગ્રાઉન્ડ રીહર્સલ યોજવામાં આવ્યું હતું.આ રિહર્સલ દરમિયાન કલેક્ટર આનંદ પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને સલામી આપી હતી. પોલીસ અને હોમગાર્ડની પરેડનું નિરીક્ષણ કરીને કલેક્ટર એ વિવિધ સ્કૂલના બાળકો દ્વારા આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળ્યા હતા. કલેક્ટર એ સરકાર ના નિયત પ્રોટોકોલ અનુસાર જિલ્લાકક્ષાની ઉજવણી કરવા સંબંધિત વિભાગના તમામ અધિકારી ઓને સૂચનાઓ આપી જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું. ભચાઉ ખાતે સ્વાતંત્ર્ય પર્વના મિનિટ ટુ મિનિટ ધ્વજ વંદન રિહર્સલ કાર્યક્રમને કલેક્ટરે નિહાળ્યું હતું. ભચાઉ ખાતે આયોજિત જિલ્લાકક્ષાની ઉજવણીમાં નાગરિકો સહભાગી બને એવો અનુરોધ જિલ્લા વહીવટીતંત્ર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે.આ પ્રસંગે વિવિધ શાળાના બાળકો દ્વારા રજૂ કરાયેલ વિવિધ સાંસ્કૃ‍તિક કાર્યક્રમોમાં દેશભક્તિનો અનેરો માહોલ સર્જાયો હતો. આ સ્વાતંત્ર્ય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના રિહર્સલ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, , નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણ, ભચાઉ પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહેલ , તાલીમી સનદી અધિકારી એમ ધરિણી, મામલતદાર મોડસિંગ રાજપૂત સહિત શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ પોલીસ વિભાગની વિવિધ પ્લાટુન તેમજ વિવિધ સંબંધિત વિભાગના અધિકારીગણ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉલ્લેખનીય છે કે, કચ્છના જિલ્લાકક્ષાના ૭૯માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભચાઉના એસઆરપીએફ ગ્રાઉન્ડ ખાતે થનારી છે. કચ્છની આ જિલ્લાકક્ષાની ઉજવણીમાં કચ્છ કલેક્ટર મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી તિરંગો લહેરાવશે.

Back to top button
error: Content is protected !!