GUJARATKUTCHMANDAVI

માંડવીની એસ. વી. કોલેજ ખાતે રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી કચ્છ- તા.7 ફેબ્રુઆરી : માંડવી સ્થિત શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના ઇન્ટર્નલ ક્વોલિટી એન્સ્યોરન્સ સેલ (IQAC) દ્વારા ‘નોલેજ કોન્સોર્ટીયમ ઓફ ગુજરાત’ (KCG) ના સહયોગથી “ભારતમાં શિક્ષણનું ભવિષ્ય: રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦નું અમલીકરણ” વિષય પર એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો ઉદ્ઘાટન સમારોહ કચ્છ યુનિવર્સિટીના કુલસચિવ ડૉ. અનિલ ગોરના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે સંસ્થાના ટ્રસ્ટી શ્રી રમેશભાઈ ઠક્કર તથા મંત્રી ડૉ. જે.સી. પટેલ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહી રહ્યા હતા. કોલેજના આચાર્ય ડૉ. મહેશ બારડએ પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે આવા શૈક્ષણિક મંચ દ્વારા અધ્યાપકો અને સંસ્થાઓને શિક્ષણ નીતિના અસરકારક અમલીકરણ માટે યોગ્ય દિશા અને નવું બળ પ્રાપ્ત થશે.પરિસંવાદમાં મુખ્ય વક્તાઓ તરીકે કચ્છ યુનિવર્સિટીના વિદ્યાશાખા અધ્યક્ષ ડૉ. કાશ્મીરા મહેતા, ભાવનગર યુનિવર્સિટીના ડૉ. બુટાલાલ અજમેરા, કચ્છ યુનિવર્સિટીના ડૉ. માનિષાબેન બારડ, રાજપીપળા યુનિવર્સિટીના ડૉ. ભૌતિક પટેલ, તાલોદ કોલેજના ડૉ. જ્યોતિકાબેન પટેલ અને ભાવનગરના આચાર્ય ડૉ. દિલીપ જોશીએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિના વિવિધ પાસાઓ પર વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તજજ્ઞોએ શિક્ષણ નીતિ અંતર્ગત બહુશાખાકીય અભ્યાસ પદ્ધતિ, એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC), કૌશલ્ય આધારિત શિક્ષણ, સંશોધન સંસ્કૃતિ અને વિદ્યાર્થી કેન્દ્રી અભિગમ જેવા મહત્વના મુદ્દાઓ પર ઊંડાણપૂર્વક પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિ 2020 ભારતીય શિક્ષણ જગતને વૈશ્વિક ફલક પર સ્પર્ધાત્મક બનાવશે.પરિસંવાદમાં ડો. અતુલ કનૈયા, ડો. દિપક પંડ્યા, ડો. હિતેશ કગથરા, ડો. દિનેશ પટેલ, જૈનિતબેન પટેલ અને મોનાલીબેન પરમારએ નિર્ણાયક તરીકે સેવા આપી હતી.પરિસંવાદના અંતિમ ચરણમાં યોજાયેલા વિદાય સમારોહમાં અધ્યક્ષ તરીકે ડૉ. કૈલાસ નાંઢા ઉપસ્થિત રહ્યા હતા. આ રાષ્ટ્રીય પરિસંવાદમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોની યુનિવર્સિટીઓના અધ્યાપકો, સંશોધક વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં છાત્રોએ ભાગ લીધો હતો. જેમને અંતમાં પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ભૂમિકા દોશી દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં કોલેજના અધ્યાપકો ડૉ. સી.એ. પટેલ, ડૉ. વિભા વ્યાસ, ડૉ. જે.વી. ભટ્ટ, ડૉ. કે.બી. વ્યાસ, શાંતિલાલ ડાંગેરા, બંસી ગઢવી, ભાવિશા મઢવી, અવેશ સુમરા, બંસરી કષ્ટા, રામ ગઢવી, રિદ્ધિ ગોર, હિનાબા જાડેજા, જગદીશ સોલંકી અને મોહસીન બકાલી સહિત સમગ્ર પરિવારનો સહયોગ પ્રાપ્ત થયો હતો. એવું કોલેજના મીડિયા સેલ કન્વીનર તિતિક્ષાબેન ઠક્કરએ એક યાદીમાં જણાવ્યું હતું.

Back to top button
error: Content is protected !!