GUJARATKUTCHMANDAVI

માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.

માંડવી ,તા-૧૫ જાન્યુઆરી : માંડવી ખાતે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના અધ્યક્ષસ્થાને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ તા. ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ રવિવારના રોજ સ્થળ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સનાતન સમાજ, ગામ-શ્રીરામનગર (તલવાણા) માંડવી ખાતે સમય : સવારે ૦૯:૩૦ કલાકે યોજાશે. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ, ગાંધીનગર દ્વારા પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના ઘટક પ્રાકૃતિક કૃષિ કોન્કલેવ/ મેગા શિબિર/ તાલીમ / મેળા / પ્રદર્શન / સેમીનાર હેઠળ કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાશે તેવુ નાયબ ખેતી નિયામક (તા.) ની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

 

Back to top button
error: Content is protected !!