જામનગરની બાળા દેશભરમાં ઝળકી

દેવાંશી પાગડાએ રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં સુવર્ણ અને કાસ્ય પદક સાથે ૨ પદક જીત્યા
જામનગર (ભરત ભોગાયતા)
રાષ્ટ્રીય કરાટે મહાસંઘ અને ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા (નેશનલ સ્પોર્ટ્સ પ્રમોશન ઓર્ગેનાઈઝેશન) યુવા બાબતો અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમર્થિત રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપ ૨૦૨૪ તાલકટોરા ઇન્ડોર સ્ટેડિયમ, દિલ્લીમાં યોજાયેલ. જેમા શાળા નં-૧૮ જામનગર અને એન.એસ.કે એકેડેમીની રમતવીર દેવાંશી દિપકભાઈ પાગડા એ અંડર-૧૨ વર્ષ અને -૩૫ કિગ્રા વજન કુમિત (ફાઇટ) કરાટે ઇવેન્ટમાં સુવર્ણ અને કરાટે કાટામાં કાસ્ય પદક મેળવ્યો હતો. કોચ સરફરાજ નોયડા, સુનીલ સાહેબ, આકાશ સાહેબ , જૈદ કાદરી એ માર્ગદર્શન આપ્યુ હતુ. રાષ્ટ્રીય કરાટે મહાસંઘ, યુનિયન ઓફ કરાટે ફેડરેશન દ્વારા માન્યતા પ્રાપ્ત દ્વારા સંયુક્ત રીતે આયોજીત કરવામાં આવી હતી. રાષ્ટ્રીય કરાટે ચૅમ્પિયનશિપમાં એ ભારતના તમામ રાજ્યનાં કરાટે સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને તેમને પ્રોત્સાહિત અને સન્માનિત કરવા માનનીય રક્ષા ખડસે કેન્દ્રીય રાજ્ય મંત્રી, યુવા બાબતો અને રમત મંત્રાલય, ભારત સરકાર, મનોજ કુમાર- ડિરેક્ટર- અને ફિઝિકલ એજ્યુકેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને સેક્રેટરી એનકેએફ, કરાટે વિશ્વ વિજેતા સેનસાઇ એલન નિર ઇજરાયેલ, રાજનેતાઓ, કલાકારો, મેયર, કમિશ્નર, સામાજિક આગેવાનો, ઉપસ્થિત રહ્યા હતાં. દેવાંશી પાગડા નેશનલ ચેમ્પિયનની સિધ્ધી બદલ કોચ, માર્ગદર્શકો અને કન્વીનરોને શાળાનું ગૌરવ વધારવા બદલ શાળા પરીવાર, મુખ્ય શિક્ષક દિપક પાગડા અને સી.આર.સી. કો. સમીરાબેન જિવાણી, શાળા પ્રભારી મુકેશભાઇ વસોયા, રમત ગમત પ્રભારી રમેશભાઇ કંસારા, શાસનાધિકારી ફાલ્ગુનિબેન પટેલ, ન.પ્રા.શિ.સ. ના અધ્યક્ષ પરસોતમભાઇ કકનાણીએ ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતાં.
________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગર્વ.એક્રેડેટ)
બીએસસી,એલએલબી,ડીએનવાય
જામનગર
8758659878




