પાટણ ખાતે નવનિર્માણ પામનાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરાયું..
પાટણ ખાતે નવનિર્માણ પામનાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરાયું..

પાટણ ખાતે નવનિર્માણ પામનાર પ્રજાપતિ સમાજની છાત્રાલય ખાતે નવીન બોરનું ખાતમુહૂર્ત કરાયું..
————————————–
પાણીના બોરના દાતા પરિવાર સાથે સમિતિના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા..
————————————–
શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણ દ્વારા પ્રજાપતિ સમાજના વિધાર્થીઓ અને વિધાર્થીનીઓ માટે અધતન સુવિધાઓ સાથે આકાર પામનાર શેઠશ્રી હીરાભાઈ ધનાભાઈ પ્રજાપતિ છાત્રાલય ના કાર્યમાં સમાજના દાતા પરિવાર દ્વારા દાનની સરવાણી વહાવવામા આવી રહી છે ત્યારે ૧૧ મી જૂન ને ગુરૂવાર ના રોજ નવનિર્માણ પામનાર છાત્રાલય ખાતે પાણી ના બોર માટે ઉદાર હાથે સખાવત અર્પણ કરનાર દાતા પરિવારના પ્રકાશભાઈ એસ. પ્રજાપતિ (કામધેનુ મારબલ પાટણ) ના વરદ હસ્તે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારે શ્રી ઉતર ગુજરાત કેળવણી મંડળ ના પ્રમુખ શાંતિભાઈ પ્રજાપતિ સહિત ભૂમિદાતા પરિવાર ના સભ્યો સાથે સંસ્થાના સંચાલન સમિતિ ના સભ્યો અને દાતાશ્રીઓએ હાજર રહ્યા હતા.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 22530