કાલોલ બસ સ્ટેન્ડ ખાતે ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કાલોલ-બરોડા વચ્ચે નવીન બસ સેવા શરૂ.

તારીખ ૨૨/૦૩/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જાહેર પરિવહન સુવિધા મજબૂત બનાવવા દિશામાં એક મહત્વપૂર્ણ પગલું તરીકે કાલોલથી વડોદરા સુધી નવી એસ.ટી.બસ સેવા શરૂ કરવામાં આવી છે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યની 182 વિધાનસભા માટે 182 બસોની ફાળવણી કરવામાં આવી છે,જેના ભાગરૂપે ભરૂચ ડેપોને આ નવી સેવા મળતા સ્થાનિકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી જ્યાં કાલોલ બસ સ્ટેન્ડ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ નાં હસ્તે કાલોલ થી વડોદરા બસ સેવાનો પ્રારંભ કરાયો હતો.આ પ્રસંગે તેમની સાથે કાલોલ નગરપાલિકાના પ્રમુખ હસમુખભાઇ મકવાણા,જીલ્લા ભાજપ મંડળના મંત્રી ડો.પરાગ પંડ્યા,કાલોલ તાલુકા ભાજપ મંડળના પ્રમુખ મહિદીપસિંહ ગોહિલ ,કાલોલ નગર ભાજપ મંડળના પ્રમુખ કલ્પેશભાઇ પારેખ, નગરપાલિકાના ઉપપ્રમુખ ગૌરાંગભાઈ દરજી, પાલિકા પુર્વ પ્રમુખ ગોપાલભાઈ પંચાલ સાથે ઉપપ્રમુખ તુષારભાઇ શાહ, તાલુકા પંચાયત સભ્ય અને નગરપાલિકા સભ્ય સહિતના એસટી કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.અત્રે ઉલ્લેખનીય છેકે ધારાસભ્યએ લીલી ઝંડી બતાવી બસને પ્રસ્થાન કરાવતાં કાર્યક્રમને વિશેષ મહત્વ મળ્યું હતું.આ નવી બસ સેવા શરૂ થતાં કાલોલ અને વડોદરા વચ્ચે મુસાફરી કરતા મુસાફરોને વધુ સુવિધા મળશે અને સમયની બચત પણ થશે. લાંબા સમયથી લોકો આ સુવિધાની રાહ જોઈ રહ્યા હતા.જે હવે પૂર્ણ થતાં સ્થાનિકોમાં ખુશી વ્યાપી ગઈ છે ત્યારે કાર્યક્રમ દરમિયાન ધારાસભ્યએ જણાવ્યું હતું કે આવી વધુ સુવિધાઓ આગળ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી વિસ્તારના વિકાસને વધુ ગતિ મળશે.







