GUJARATNAVSARI

નવસારી જિલ્લાનાં વાંસદાના હનુમાન બારી ચાર રસ્તા પાસે નવી લાયબ્રેરીનો શુભારંભ કરાયો

વાત્સલ્યમ સમાચાર
નવસારી નવસારી જિલ્લાના વાંસદા ખાતે હનુમાનબારી ચાર રસ્તા પસે શોપીંગ સેન્ટરના બીજા માળે ડો. બાબાસાહેબ આબેંડકર લાયબ્રેરી શ્રીચિરાગભાઇ દ્વારા તેમના દાદાના સ્મૃતિની માનમાં તેમના માતા- પિતા અને સમાજના અગ્રણીઓ એવા શ્રી બાબુભાઈ ગાંગુડે તેમજ જગદીશભાઈ પટેલ અને કાંતિભાઈ કુનબી, જયંતિભાઈ પવાર તેમજ દિનેશભાઈ, ભગવતીબેન તેમજ ડો.અવિનાશ દ્વારા ડો. બાબા સાહેબ આંબેડકર તેમજ જયોતિબા ફુલે તેમજ સાવિત્રી ફુલેને યાદ કરી સંસ્કૃતિ મુજબ પુજા કરી આ લાયબ્રેરીને વિદ્યાર્થીઓ ખુલ્લી મુકવામા આવી હતી.

આ વાંચનાલય વિદ્યાર્થીઓ વિનામૂલ્યે  શરૂ કરવામાં આવી છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને આ લાયબ્રેરીમાં વાંચવા માટે લાભ લેવા આજુબાજુના ગામોના વિધાર્થીઓને અનુરોધ કરવામાં આવ્યો છે. આ લાયબ્રેરીમાં વિધાર્થીઓ શાંતિથી અભ્યાસ કરી શકે તેવા આશયથી શ્રી ચિરાગભાઇના અનુભવો સાથે પોતે પણ લાયબ્રેરીમા અભ્યાસ કરી સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરી પોતે નોકરી મેળવેલ. વિધાર્થીઓના હિતમા ખુબ સરસ આદિવાસી વિધાર્થીઓને પ્રેરણારૂપ કાર્યની જ્ઞાનની જયોત પ્રજવલિત કરનાર ચિરાગના દાદાના નામે આ કાર્યને બિરદાવામા આવેલ જે આગામી દિવસોમા એક લાયબ્રેરીની શરૂઆત કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!