
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – મુન્દ્રા કચ્છ.
મુન્દ્રા, તા.20 સપ્ટેમ્બર : જિલ્લા પ્રોગ્રામ ઓફિસર પંડ્યાસાહેબના માર્ગદર્શન હેઠળ અને સીડીપીઓ આશાબેન ગોરની નિગરાનીમાં મુન્દ્રા ખાતે પોષણ મેળાની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના કાઉનશીલર નિમીષાબેન ભરત પાતારીયા અને મિતાલીબેન કુલદીપ ધુઆ, આરોગ્યમાંથી ડો. ખુશબુબેન, ડો. સંજય યોગી તથા અદાણીમાંથી જાગૃતિબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા આઇસીડીએસના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. આંગણવાડીના બાળકો દ્વારા સાંસ્કૃતિક પ્રોગ્રામ રજૂ કરવામાં આવેલ હતા.




