
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
ભુજ,તા-૨૧ જાન્યુઆરી : આર. આર. લાલન કોલેજ, ભુજની મહિલા વિકાસ સેલ દ્વારા PM-USHAના આર્થિક સહયોગથી “કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ અને લિંગ સંવેદનશીલતા”વિષય પર એક દિવસીયરાજ્યસ્તરીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારનો ઉદ્દેશ્ય મહિલાઓમાં કૌશલ્ય વિકાસ, આત્મવિશ્વાસ, સશક્તિકરણ તથા લિંગ સમાનતાની જાગૃતિ ફેલાવવાનો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને પ્રાર્થનાથી કરવામાં આવી. ડૉ. એકતા જોષીએ સેમિનારનો પરિચય આપી મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું. કોલેજના પ્રિન્સિપાલડૉ. સી. એસ. ઝાલાએ સેમિનારના હેતુ અને મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
સેમિનારમાંમહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રીમતીઅવની રાવલેમહિલા સશક્તિકરણવિષય પર માર્ગદર્શન આપ્યું હતું.જિલ્લા યુવા વિકાસ અધિકારીસુશ્રીદેવાંશી ગઢવીદ્વારાલિંગ સંવેદનશીલતાવિષય પર વિચારપ્રેરક વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.જ્યારેવેરાવળસરકારી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. સ્મિતા બી. છાગદ્વારાઉચ્ચ શિક્ષણમાં મહિલાઓ માટે સહનશક્તિ અને સામનો કરવાની વ્યૂહરચનાઓવિષય પર પ્રેરણાદાયી પ્રવચન આપવામાં આવ્યું છે.
આ સેમિનારમાં વિવિધ ક્ષેત્રોના૨૨ફેકલ્ટી સભ્યો અને ૭૨વિદ્યાર્થીઓએઉત્સાહભેર ભાગ લીધો હતો. સમગ્ર સેમિનારનું સંચાલનશ્રીમતી રંજન પરમારદ્વારા કરવામાં આવ્યું. અંતેઆભારવિધિ ડૉ. પલ્લવી ચૌહાણએ કરીહતી.




