જાંબુઘોડા ખાતે જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ તથા સરકારી કૉલેજોમાં રાજ્ય કક્ષાની એક દિવસીય કાર્યશાળા યોજાઈ.

તારીખ ૨૪/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
જોરીયા પરમેશ્વર વિનયન અને વિજ્ઞાન કૉલેજ જાંબુઘોડા (સરકારી કૉલેજ, જાંબુઘોડા) અને નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત (KCG), શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્યના સયુંકત ઉપક્રમે તારીખ 23 ડીસેમ્બર ૨૦૨૫ મંગળવાર ના રોજ · Importance of Mental Health in Higher Education* (ઉચ્ચ શિક્ષણમાં માનસિક સ્વાસ્થ્યનું મહત્વ) વિષય પર રાજ્ય કક્ષાની એક દિવસીય કાર્યશાળાનું આયોજન, સેમીનાર હોલ, આર્ટસ બિલ્ડીંગ નારુકોટ જાંબુઘોડા ખાતે કરાયું આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં માનસિક સ્વાસ્થ્યના મહત્વ અંગેની જાગૃતિ કેળવવાનો હતો.
કાર્યશાળાની ઉદ્ઘાટન બેઠકમાં કૉલેજના આચાર્ય ડૉ સી. બી. રાઠવા સાથે મુખ્ય મહેમાન ડૉ વી. એમ. પટેલ આચાર્ય શ્રી નટવરસિંહજી કૉલેજ, છોટાઉદેપુર અતિથી વિશેષશ્રીઓ- ડૉ જયશ્રી જોશી, આચાર્ય, સરકારી વિનયન કૉલેજ શહેરા, ડૉ એચ એમ કોરાટ આચાર્ય ટી સી કાપડિયા કૉલેજ, બોડેલી અને ડૉ અજય સોની EC મેમ્બર, શ્રી ગોવિંદ ગુરુ યુનીવર્સીટી ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યશાળાના વિષય તજજ્ઞ તરીકે મૃણાલ આહલે સીનીયર કલીનીકલ સાયકોલોજીસ્ટ, માનસિક આરોગ્ય હોસ્પિટલ વડોદરા. ડૉ. જીતેન્દ્રકુમાર એસ હડીયલ કલીનીકલ સાયકોલોજીસ્ટ, જનરલ હોસ્પિટલ, ગોધરા અને ડૉ. કિરણસિંહ રાજપુત મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન કૉલેજ, શહેરાએ પોતાની સેવાઓ આપી હતી. કાર્યશાળામાં જીલ્લા અને રાજ્યની વિવિધ કૉલેજ ખાતેથી અધ્યાપકશ્રીઓ, વિવિધ કૉલેજના માનસિક આરોગ્ય અંગેના નોડલ ઓફીસર્થીઓ અને ૨૦૦ થી વધુ વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓએ તાલીમ મેળવી હતી.
આ કાર્યશાળા દિલીપ રાણા (IAS), કમિશ્નર, ઉચ્ચ શિક્ષણ, ગુજરાત રાજ્ય અને CEO, KCG ની પ્રેરણા અને ડૉ યોગેશ યાદવ જોઈન્ટ CEO (એક્સ્ટેન્શન), KCG અને ડૉ. સી બી રાઠવા આચાર્ય (GES-I)ના માર્ગદર્શન હેઠળ યોજાઈ હતી. કાર્યક્રમને સફળ બનાવવા માટે કાર્યશાળા સંયોજક ડૉ. મહેશકુમાર પી વર્મા સહ-સંયોજક ડૉ.ભારતી પટેલ તમામ અધ્યાપકશ્રીઓ, સમગ્ર ટીચિંગ અને નોન-ટીચિંગ સ્ટાફે અને કૉલેજ NSS યુનિટના સ્વયંસેવકોએ ખાસ ભૂમિકા ભજવી હતી.






