GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદ અલ્ટો કારમાંથી બિયરના ટિન સાથે બે શખ્સો ઝડપાયા 

 

HALVAD- હળવદ અલ્ટો કારમાંથી બિયરના ટિન સાથે બે શખ્સો ઝડપાયા

 

 

હળવદ પોલીસ ટીમે બાતમી મળી કે ટીકર(રણ)ગામનો રાજુ ઉર્ફે લંગડો ટીકર ગામથી સફેદ કલરની અલ્ટો કાર રજી.નં. જીજે-૧૩-એએચ-૯૮૯૬માં વિદેશી દારૂનો જથ્થો ભારે ટીકર રોડ તરફથી હળવદ ગામમાં આવવાનો હોવાની બાતમીને આધારે હળવદ પોલીસ ટીકર રોડ વિચારી તલાવડી નજીક રોડ ઉપર વાહન ચેકીંગની કામગીરીમાં હોય ત્યારે ઉપરોક્ત અલ્ટો કારમાં બે ઈસમો ત્યાંથી પસાર થતા તેને રોકી તેની તલાસી લેતા તેમાંથી કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૧૧૯ નંગ ટીન કિ.રૂ.૧૪,૮૭૫/- મળી આવ્યા હતા. જેથી આરોપી રાજુભાઇ ઉર્ફે લંગડો નાગરભાઈ સુરાણી ઉવ.૨૫ રહે. ટીકર તળાવ પાસે તથા કારમાં સાથે રહેલ આરોપી અરવિંદભાઈ ચંદુભાઈ મકવાણા ઉવ.૨૧ રહે. ટીકર નવા પ્લોટવાળાની અટકાયત કરવામાં આવી છે, હાલ પોલીસે અલ્ટો કાર સહીત બિયરના જથ્થો એમ કુલ કિ.રૂ. ૧,૬૪,૮૭૫/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Back to top button
error: Content is protected !!