કાલોલ પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઇ ની અધ્યક્ષતામાં મોહરમ પર્વ લઇને શાંતિ સમિતિની મીટીંગ મળી

તારીખ ૧૪/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેરમાં આગામી દિવસોમાં આવનાર તાજીયા (મોહર્રમ)ની ઉજવણી કોમી અને એકલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સીબી બરડા સમાજના બુદ્ધિજીવી નાગરિકો અને વિવિધ સમાજના આગેવાનો સાથે કાલોલ પોલીસ સ્ટેશન ખાતે રવિવારે સાંજના છ વાગ્યાની આસપાસ બેઠક કરી હતી. તેમણે સમાજના આગેવાનોને મોહરમ પર્વની ઊજવણી શાંતિપુર્ણ માહૌલમાં થાય અને કોઇની લાગણી ન દુભાય માટે ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. બેઠકમાં જણાવ્યું હતું કે,તારીખ ૧૬,૧૭, જુલાઈ દરમિયાન મહોરમ(તાજીયા)નું પર્વ મનાવવામાં આવશે અને કાલોલ શહેરમાં સૌથી વધુ કલાત્મક તાજીયા હોય છે.આ પર્વની ઉજવણી શાંતિપુર્ણ રીતે થાય તે માટે સમાજના આગેવાનોએ તમામ કાળજી રાખવાની માટે ખાસ તકેદારી રાખવ અપીલ કરી હતી જેમાં મુસ્લિમ સમાજ અગ્રણી તેમજ હિન્દુ સમાજના અગ્રણી સહિતના કાલોલ શહેર તાજીયા કમિટીના સંચાલકો આયોજકો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન ઇલેક્ટ્રીક વાયરને ઊંચા કરાવવા અંગે ઇલેક્ટ્રોનિક વિભાગ કેબલ કનેક્શન અને જીઇબી તંત્રનું ધ્યાન દોરવામાં આવશે તેવું પીએસઆઇ સીબી બરડા દ્વારા જણાવ્યું હતું.






