સાયલા તાલુકાના ધાંધલપુર ખાતે ધારાસભ્યના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોએ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટેના શપથ લીધા

તા.01/08/2025/ બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ આયોજિત વૃક્ષારોપણ કાર્યક્રમમાં લોકોએ વૃક્ષો વાવી તેનું જતન કરવા માટેના શપથ લીધા
ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા તાલુકાના ધાંધલપુર ખાતે વનીકરણ લોક ઝુબેશને અનુસંધાને ધારાસભ્ય કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો ધાંધલપુર ગામ ખાતે ૭૦૦થી વધુ રોપા વાવી તેને ઉછેરવાની જવાબદારી ગ્રામ સરપંચે સ્વીકારી હતી આ તકે ધારાસભ્ય કિરીટસિંહ રાણાએ પ્રસંગોચિત ઉદબોધન કરતા જણાવ્યું કે, માનવ જીવનમાં જન્મથી મૃત્યુ સુધી વૃક્ષોની ઉપયોગીતા રહેલી છે વધુમાં તેમણે કોરોના કાળમાં ઓક્સિજનનાં લીધે જે હાડમારી ભોગવવી પડી હતી તેની યાદ અપાવી હતી. જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ ભક્તિવન તથા વટેશ્વરવન વિશે વિસ્તૃત માહિતી આપી હતી રાજ્યના અન્ય જિલ્લાની સરખામણીમાં સુરેન્દ્રનગર જિલ્લામાં વૃક્ષોની સંખ્યા ખુબ ઓછી છે માટે તમામે પોતાની નૈતિક ફરજ સમજી વૃક્ષો વાવી તેનું જતન કરવા માટે આહ્વાન કર્યું હતું તેમણે ગુજરાત રાજ્ય નિવૃત વન અધિકારી કલ્યાણ મંડળ દ્વારા સ્વૈચ્છિક વનીકરણ ઝુંબેશને બિરદાવી અભિનંદન આપ્યા હતા ભારતીય સંસ્કૃતિ મુજબ મહાનુભાવોનાં હસ્તે દીપ પ્રાગટ્ય થયા બાદ ગ્રામ પંચાયતના સરપંચ રણછોડભાઈએ સ્વાગત પ્રવચન આપી મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે નાયબ વન સંરક્ષક શ્રીમતી વિભાબેન ગોસ્વામી, તાલુકા પંચાયત પ્રમુખ ખીમજીભાઈ બાવળિયા, જિલ્લા પંચાયત સદસ્ય મુળજીભાઈ પરાલીયા, તાલુકા પંચાયત સદસ્ય ગભરૂભાઈ ત્રગટા , મુકેશભાઈ કાલીયા સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લાના અધિકારીઓ, પદાધિકારીઓ આગેવાનો ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટો તથા પર્યાવરણ પ્રેમીઓએ જહેમત ઉઠાવી હતી.




