વેજલપુર ખાતે ખેતરની વાડમાંથી લાકડા કાપની બાબતે બે ઇસમોએ લાકડાના દંડા અને ધારિયા વડે બાપ દીકરા ઉપર હૂમલો કરતા નોંધાઈ પોલીસ ફરિયાદ.

તારીખ ૦૭/૦૧/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે ઢોલા તલાવડી નજીક ખેતરમાંથી લાકડા કાપવા ના મુદ્દે બે પક્ષો વચ્ચે ઉગ્ર ઝઘડો થયો. આ ઘટનામાં, હુમલાખોરોએ લાકડાના દંડા અને લોખંડના ધારિયાથી હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
કાલોલ તાલુકાના વેજલપુરના ઢોલા તલાવડી ખાતે રહેતા અરવિંદભાઈ ચતુરભાઈ નાયક દ્વારા વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ વિગત અનુસાર ગઈ તારીખ ૦૪/૦૧/૨૦૨૬ સવારના દસેક વાગ્યાની આસપાસ ફરિયાદી અરવિંદભાઈના પિતા ચતુરભાઈ દામાભાઈ નાયક તેઓનાં ઘર નજીક આવેલ તળાવની પાળ ઉપર સૂકા પરચુરણ લાકડા તળાવની પાળ ઉપર કાપતા હતા જ્યાં વેજલપુર ખેડા ફળીયામાં રહેતા મંગાભાઈ બાબુભાઈ પટેલ તથા તેનો ભાઈ જયેશભાઈ બાબુભાઈ પટેલ ફરિયાદી અરવિંદના પિતા સાથે બોલાચાલી કરતા હતા અને મંગાભાઈના હાથમાં લાકડાનો ઠંડો અને જયેશભાઈના હાથમાં લોખંડનું ધારીયુ લઈને ઉભા હતા ત્યાં અરવિંદ એ બંનેને કહેલ કે કેમ મારા પિતા સાથે માથાકુટ કેમ કરો છો તેમ કહેતા આ બંને જણાએ કીધું કે તારા પિતા કેમ અમારા ખેતર માંથી લાકડા કાપે છે તેમ કહી અરવિંદ તેમજ તેના પિતા સાથે બોલાચાલી કરવા લાગેલ અને બોલાચાલી દરમ્યાન આ બંને જણા એકદમ ઉશ્કેરાઈ જઈ જયેશભાઈએ તેની પાસેનું લોખંડનું ધારીયુ અરવિંદના પિતાને ડાબા પગના થાપાના ભાગે મારી દેતા ચામડી ફાટી લોહી નીકળવા લાગેલ જેથી અરવિંદ પોતાના પિતા ને બચાવવા વચ્ચે પડતા મંગાભાઈએ તેના હાથમાં નો લાકડાના ઠંડા વડે અરવિંદને શરીરે જેમ ફાવે તેમ મારવા લાગેલ જ્યારે જયેશભાઈએ તેના હાથમાં નું લોખંડનું ધારીયુ અરવિંદને મારતા માથાના પાછળના ભાગે વાગી જતા ચામડી ફાટી લોહી નીકળવા લાગેલ અને આ બંને જણા એ બાપ દિકરા ને જેમ ફાવે તેમ ગાળો બોલતા હતા અને મંગાભાઈ તેઓની પાસેના લાકડાના ઠંડા વડે બાપ દીકરાને શરીરે જેમ ફાવે તેમ મારતા હતા જેથી બાપ દીકરા બંને જણાને ઇજા થતાં જમીન ઉપર પડી ગયેલ અને વધારે બુમાબુમ કરતાં આ બંને જણા ત્યાંથી જતાં જતાં માં-બેન સમાણી ગાળો બોલી ધમકીઓ આપી કહેતા હતા કે હવે પછી અમારા ખેતરની વાડમાંથી લાકડા કાપશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકીઓ આપી જતા રહેલા તેવામાં ફરિયાદી ની માતા ચંચીબેન બુમો સાંભળી જગ્યા ઉપર આવી ગયેલા અને આજુબાજુના માણસો પણ આવી ગયેલા જ્યાં બાપ દીકરાને વાગેલ હોય ત્યાં ભેગા થયેલાં માણસોના ટોળામાંથી ૧૦૮ ને ફોન કરતાં થોડીવારમાં ૧૦૮ આવી જતા ગોધરા સિવીલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જે અંગે ફરિયાદ બે ઇસમો સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.





