DAHODGUJARAT

દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ 

તા.૧૮.૦૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત પી.આર.આઇ મીટીંગ યોજાઈ

દાહોદના નગરાળા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ના વિસ્તારના ધારસભ્ય જીલ્લા પંચાયત સભ્ય તાલુકા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયતના સભ્ય ગ્રામ પંચાયત સરપંચ અને ગ્રામ પંચાયત ના સભ્ય ને ટીબી મુક્ત ગ્રામ પંચાયત હેઠળ પી આર આઈ મીટીંગ કરવામાં આવી જેમાં માન.પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત ૨૦૨૫ અભિયાન ને સાર્થક કરવા માટે તમામ પંચાયતી રાજના સભ્ય ને મારુ ગામ ટીબી મુક્ત ગામ માટે આહવાન કરવામાં આવ્યું આ પી.આર.આઇ મીટીંગ માં ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર તાલુકા પંચાયત પ્રમુખ મયુર ભાભોર , નગરાળાં, નસિરપુર, રળિયાતી, નાની ખરજ નીમનલિયા ગામના સરપંચ ઉપસરપંચ ગ્રામ પંચાયત ના સભ્ય સહિત ના મહાનુભાવો હાજર રહ્યા હતાં આ પી આર આઈ મીટીંગ જીલ્લા ક્ષય કેન્દ્રના તબીબી અધિકારી ડૉ અમરસિંગ ચૌહાણ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડૉ ભગીરથ બામણીયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ જેમાં મેડીકલ ઓફિસર,આરોગ્ય કર્મચારીઓ અને પંચાયતી રાજના સભ્યો હાજર રહ્યા હતા પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન ૨૦૨૫ અન્વયે ટીબી રોગ નિર્મૂલન માટે જનભાગીદારીથી દર્દીના નિર્મૂલન માટે પોષણ સહાય આપવાની યોજના શરૂ કરાઇ છે. યોજનામાં વિવિધ સરકારી ક્ષેત્રે, ઔધિયોગીક ક્ષેત્ર, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, સંસ્થાઓ કે સામાજીક કાર્યકર, કે નાગરિકો વ્યક્તિગત ધોરણે ટીબીના દર્દીને પોષણ સહાય આપવા માટે દતક લઈ શકે છે. જે અન્વયે આજ રોજ ધારાસભ્ય અને પ્રમુખ નિક્ષય મિત્ર બની ને કુલ10 ટીબીના દર્દીને ન્યુટ્રિશન કીટ આપવામાં માટે આહવાન કરવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!