GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ ખાતે ઇસ્લામ ધર્મના પહેલા ખલીફા હજરત સૈયદના સિદ્દિકે અકબરની ઉર્ષ ની ઉજવણી અંતર્ગત જુલુસ નું આયોજન કરાયું.

 

તારીખ ૧૬/૧૨/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ નગરમાં હઝરત સૈયદના સિદ્દીકે અકબરના ઉર્ષની ઉજવણી હર્ષોલ્લાસ પૂર્વક કરવામાં આવી હતી જેમાં અઝીમી ફ્રેન્ડ સર્કલ દ્વારા ગતરોજ મોડી રાત્રે એ જુલુસ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાલોલના તમામ આલીમો અને મદ્રસાના નાના ભૂલકાઓ સાથે ગામના આગેવાનો જોડાયા હતા ઇસ્લામ ધર્મના સ્થાપક હજરત મોહમદ પેગંબર સાહેબના પહેલા ખલીફા સિદ્દીકે અકબર હતા તેઓની યાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં નગરના વિવિધ વિસ્તારોમાંથી જુલુસ નીકળ્યો હતો અને જુલુસ નુરાની ચોકથી પ્રસ્થાન કરી વિવિધ મુસ્લિમ વિસ્તારમાં ફરી પરત નૂરાની ચોક ખાતે આવી પહોંચ્યું હતું અને ત્યારબાદ સૈયદ અમીરુલ મોમીનીન હઝરત સૈયદના સીદ્દકે અકબર ની શાનમાં મનકબત સલાતો સલામ અને દુવા માંગવામાં આવી હતી ત્યારબાદ અઝીમ ફ્રેન્ડ સર્કલ સર્કલ દ્વારા નીયાજ તકસીમ કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!