ખંભાત આર્ટસ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ જાગૃત્તિ માટેનો કાર્યક્રમ યોજાયો
ખંભાત આર્ટસ કોલેજ ખાતે ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ જાગૃત્તિ માટેનો કાર્યક્રમ યોજાયો
તાહિર મેમણ – આણંદ -21/09/2024- મહિલા અને બાળ અધિકારીની કચેરી, આણંદ દ્વારા ઘરેલુ હિંસા સામે સ્ત્રીઓને રક્ષણ અધિનિયમ-૨૦૦૫ અંતર્ગત જાણકારી આપવા માટે ખંભાત ખાતે શ્રી આર.પી.આર્ટસ કોલેજ ખાતે કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં કોલેજના પ્રોફેસરશ્રી અનિતાબેન પટેલે કાર્યક્રમની રુપરેખા જણાવી હતી. કોલેજના કોલેજીયન વુમેન ડેવેલોપમેન્ટ કમીટીના કન્વિનરશ્રી ડૉ.પલ્લવી સિંહ દ્વારા વુમેન સેલ વિષે માહિતી આપી હતી.
મહિલા અને બાળ અધિકારી દ્વારા જાતિગત સમાનતા અને મહિલાઓને કાયદા હેઠળ પીડિત મહિલાને સુરક્ષા, રેહઠાણ, નાણાંકીય રાહત અને ભરણ પોષણ, બાળકનો કબજો, વળતર અને વચગાળાનાં હુકમ અંગે જ્યારે ફિલ્ડ ઓફિસર દ્વારા વ્હાલી દિકરી યોજના, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થિક સહાય યોજના, મહિલા સ્વાવલંબન યોજના, વિવિધલક્ષી મહિલા ક્લ્યાણ કેન્દ્રની અને ડિસ્ટ્રિક હબ ફોર એમ્પાવરમન્ટ ઓફ વુમનના કો-ઓડિનેટર બકુલભાઇ શાહ દ્વારા પોલીસ સ્ટેશન બેઇઝ્ડ સપોર્ટ સેન્ટરની માહિતી તથા ”સખી” વન સ્ટોપ સેન્ટર સેન્ટરની માહિતી આપવામાં આવી હતી. આ સમયે સૌને જાતિગત સમાનતાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.
કાર્યક્રમના અંતે પ્રિન્સિપાલશ્રી ડૉ.વિ.જે.દ્વિવેદી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મીઓ, કોલેજ સ્ટાફ તથા વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.