કાલોલના વેજલપુર ગામમાં આર એમ ઓનલાઇન ગોધરા દ્વારા રોજગાર તાલીમ માહિતી વિષેનો કાર્યક્રમ યોજાયો
તારીખ ૨૯/૬/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકા ના વેજલપુર ગામે આવેલ રમણ સૂર્ય હોલ ખાતે સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર અને ભાગ્યોદય વિકાસ મંડળ તેમજ જે સી એજ્યુકેશન દ્વારા વેજલપુર અને આર એમ ઓનલાઇન ગોધરા દ્વારા રમણ સુર્ય હોલ ખાતે રોજગાર તાલીમ માહિતી વિષેનો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં વિવિધ મહાનુભાવો જેવા કે વડોદરા રોજગાર સંસ્થાના ડાયરેક્ટર ગાયત્રીબેન શર્મા પંચમહાલ જિલ્લા એફ એલ સી સી ના સિદ્ધિ બેન કોઠારી પંચમહાલ જિલ્લા કાનુની સેવા સમિતિના જશવંત ભાઈ કોન્ટ્રાક્ટર ગુજરાત હાઇકોર્ટ ના સિનિયર એડવોકેટ રમજાની જુજારા વકીલ સમાજ સેવા કાર્યકરતા તેમજ રૂહુલ અમીન મેદા તેમજ વેજલપુરના તાલુકા પંચાયતના સભ્ય સલીમભાઈ કઠીયા ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુરના પ્રમુખ યોગેશ કાછિયા સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર ના પ્રમુખ સિદ્દીક ટપ ફિરોજ નાના ઈકબાલ પાડવા તેમજ વિવિધ સંસ્થાના સભ્યઓ ગ્રામજનો મહિલા સહિત ઉપસ્થિત રહી સરકાર ની વિવીધ યોજનાઓ ની જાણકારી મેળવી હતી આ કાર્યક્રમનું સંચાલન ગોધરાના પ્રિન્સિપાલ એહમદ કંજરીયા કર્યું હતું. આ કાર્યક્રમમાં સર્વોદય વિકાસ ટ્રસ્ટના વિવિધ સભ્યઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સર્વોદય વિકાસ ટ્રસ્ટ વેજલપુર જેસી એજ્યુકેશનના પ્રિન્સિપાલ સોહીલ જમાલ એ જહેમત ઉઠાવી હતી અને આવેલ મહેમાનો નું સ્વાગત માન સન્માન સાથે કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ માં હાજર લોકોને સરકારી યોજનાઓ વિષે માહિતી આપી હતી અને સરકાર ની યોજના ઓનો લાભ લેવા જાગૃત કર્યા હતા અને આ કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો જ્યારે આ કાર્યક્રમનું સમાપન અને આભાર વિધિ ભાગ્યોદય યુવા વિકાસ મંડળના પ્રમુખ યોગેશ કાછિયા દ્વારા કરવામાં આવ્યું હતુ.