કાલોલ પોલીસ મથકે નવા કાયદા અંગે લોક જાગૃતિ લાવવા કાર્યક્ર્મ યોજાયો.જેમાં સરકારી પણ વકીલ હાજર રહ્યા.

તારીખ ૦૩/૦૬/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ પોલીસ સ્ટેશન મથકે નવા કાયદા ની માહીતી આપવા અને જગૃતી લાવવા કાલોલ પોલીસ સ્ટેશન ના પીએસઆઈ એલ એ પરમાર અને સરકારી વકીલ આર. કે રાઠોડ ની હાજરીમાં પોલીસ મથકે કાર્યક્ર્મ યોજાયો હતો જેમા મોટી સંખ્યામાં નાગરીકો હાજર રહ્યા હતા.સમગ્ર દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થઈ ગયા છે.૫૧ વર્ષ જૂના સી આર પી સી નું સ્થાન ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) લેશે. ભારતીય દંડ સંહિતાનું સ્થાન ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ઇન્ડિયન એવિડન્સ એક્ટનું સ્થાન ભારતીય સાક્ષ્ય અધિનિયમ (BSA) લેશે. મહિલાઓ સાથે જોડાયેલા મોટા ભાગના ગુનામાં અગાઉથી વધારે સજા મળશે. ઇલેક્ટ્રોનિક માહિતીથી પણ એફ આઇ આર નોંધાવી શકશે. સામાજિક સેવા જેવા કાયદા પણ લાગુ થશે જેથી નવા કાયદા અંગે માહિતી આપી હતી કાલોલ પોલીસ મથકે નવા કાયદા અંગે લોક માં જાગૃતિ લાવવા માટે કાર્યક્ર્મ યોજાયો હતો.






