GUJARATKHERGAMNAVSARI

પ્રગટેશ્વર મહાદેવ મંદિર આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિવસની ઉજવણી અને શિવમહાપુરાણ કથાના ધજારોહણનો કાર્યક્રમ યોજાયો*

વાત્સલ્યમ્ સમાચાર

દિપક પટેલ-ખેરગામ

તા. ૩૦મી ડિસેમ્બરના રોજ પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ભક્તિધામ આછવણીના ૪૧મા પ્રાગટ્ય દિવસની ભવ્ય ઉજવણી અંતર્ગત તા.૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૨૦૨૪ સુધી દરરોજ સવારે ૯-૦૦ થી ૧૨-૦૦ દરમિયાન વલસાડના સુપ્રસિદ્ધ કથાકાર અજયભાઈ જાનીની ઓજસ્વી વાણીમાં શિવમહાપુરાણ કથાના ભાવપૂર્ણ પ્રસંગો યોજાશે. આ પ્રસંગોને અનુલક્ષીને ધર્માંચાર્ય પરભુદાદા અને રમાબાના પવિત્ર હસ્તે ધજારોહણ કરવામાં આવ્યું હતું.

આધ્યાત્મિક માહોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્રિત થયા હતા. ભૂદેવો અનિલભાઈ જોશી અને કશ્યપભાઈ જાનીએ પવિત્ર મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે ધજારોહણ કરાવ્યું હતું અને પ્રગટેશ્વર દાદાના મંદિરમાં શાંતિ અને સુખાકારના આશીર્વાદ માટે પ્રાર્થના કરી હતી.  આગામી શિવમહાપુરાણ કથામાં પૌરાણિક કથાઓ અને શિવમય જીવનની માર્ગદર્શિકા શ્રદ્ધાળુઓ માટે પ્રેરણાનું સ્ત્રોત બને અને પ્રાગટ્ય દિવસની ઉજવણી મનોરમ અને ઉજ્જવળ બની રહે તે માટે શિવ પરિવાર દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.કથાનો પ્રારંભ શિવભક્તિના દિવ્ય વાતાવરણ સાથે થશે. ૨૪મી ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ ખેરગામના રામજી મંદિરથી સવારે ૯:૦૦ વાગ્યે પોથીયાત્રા પ્રગટેશ્વર મહાદેવ મંદિર, ભક્તિધામ આછવણી પહોંચશે. પોથીયાત્રાનું આયોજન શિવના જ્યોતિર્મય સંગમાં શાંતિ અને આનંદ ફેલાવશે. શિવમહાપુરાણ કથાનો શુભારંભ ૨૪મી ડિસેમ્બરે સવારે ૧૧:૩૦ કલાકે નાસિક ક્ષેત્રના પ્રખ્યાત કાળારામ મંદિરના મુખ્ય પુજારી, મહંત શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર મહંત શ્રી સુધીર મહારાજ તેમજ પ્રખ્યાત કથાકાર પ્રફુલભાઈ શુકલના વરદ હસ્તે દીપપ્રાગટ્ય સાથે કરવામાં આવશે.આ શિવપુરાણ કથામાં તા.૨૪મી ડિસેમ્બરે શિવકથા મહાત્મ્ય, તા.૨૫મીએ નિરાકાર સ્વરૂપ શિવલિંગ પ્રાગટ્ય કથા, તા.૨૬મીએ ભસ્મ-રુદ્રાક્ષ-બિલીપત્ર મહાત્મ્ય કથા, તા.૨૭મીએ સતી ચરીત્ર-શિવ પાર્વતી વિવાહ કથા, તા.૨૮મીએ ગણેશ-કાર્તિકેય પ્રાગટ્ય કથા, તા.૨૯મીએ શિવજીના વિવિધ અવતારોની કથા તેમજ તા.૩૦મીએ દ્વાદશ જ્યોતિર્લિંગ પ્રાગટય કથા અને કથા વિરામ યોજાશે. કથા દરમિયાન દરરોજ બપોરે મહાપ્રસાદનું વિશેષ આયોજન કરાયું છે. આ પ્રસાદી અન્નદાતાઓના સહયોગથી તૈયાર કરવામાં આવશે, જે શ્રદ્ધાળુઓ માટે ભોજન રૂપે શ્રદ્ધા અને ભક્તિ પ્રગટાવશે. પ્રગટ પ્રગટેશ્વર સેવા સમિતિ દ્વારા આ કથામાં ભાગ લેવા અને શિવભક્તિમાં સામેલ થવા માટે ભાવિક ભક્તોને હ્રદયપૂર્વક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.  આ અવસરે ધર્માંચાર્ય પરભુદાદાએ જણાવ્યું હતું કે, આ કથાનો હેતુ શિવજીના જ્ઞાનનો પ્રવાહ થકી લોકોમાં સદભાવના પ્રેમ અને લાગણી પેદા થાય અને વ્યસનથી મુક્ત બને એવો છે. શિવમહાપુરાણ કથાનું આયોજન શ્રદ્ધાળુઓને શિવતત્વને અનુભવાવવા માટેનો એક પ્રયાસ છે જે શિવભક્તિના માર્ગે સૌને પ્રેરણા આપશે. આ ભવ્ય કાર્યક્રમમાં ભાગ લેવો એ દરેક શિવભક્ત માટે અતિમહત્વપૂર્ણ અવસર બની રહેશે.આજે યોજાયેલા ધજારોહણ કાર્યક્રમમાં પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બીપીનભાઇ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, મહિલા પ્રમુખ સહિત શિવ પરિવારના વિનોદભાઈ પટેલ(મામા), વિપુલભાઈ પંચાલ, જયેશભાઇ પટેલ તેમજ શિવ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!