વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૧૩ : ભુજ તાલુકાના નાંગીયારી ગામમાં આવેલ શ્રી નાંગીયારી પ્રાથમિક શાળાના પરિસર તેમજ વર્ગખંડો ને નવા રૂપરંગથી મઢીને આખી શાળાને કલર કામ કરાવી આપનાર,શાળાનું પ્રવેશદ્વાર તેમજ શાળામાં પાણી પરબની સુવિધા પૂરી પાડનાર અને બધા રૂમની છત અને દિવાલો રિપેર કરી આપનાર દાતાશ્રીનો સન્માન કાર્યક્રમ આયોજિત કરાયો હતો. રામપર વેકરા ગામના શિક્ષણ પ્રેમી દંપતી દાતા પરિવાર શ્રી શાંતિલાલભાઈ વેલજીભાઈ ભંડેરી તેમજ તેમના ધર્મપત્ની શ્રીમતી ધનુબેન શાંતિલાલભાઈ ભંડેરી દ્વારા પચાસ જેટલી સરકારી શાળાઓને કલરકામ તેમજ અન્ય ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવેલ છે.દાતાશ્રી દ્વારા અંદાજે રૂપિયા સોળ લાખના ખર્ચે શ્રી નાંગીયારી પ્રાથમિક શાળાના સંપૂર્ણ સંકુલ માં રીપેરીંગ કામ તેમજ રંગ રોગાન કરાવી આપીને શાળાને સાચા અર્થમાં વિદ્યામંદિર બનાવવા બદલ શાળાના આચાર્યશ્રી મેહુલભાઈ ઓરીયા , ગામના સરપંચ શ્રી બાફણ જુસબભાઈ તથા શાળા વ્યવસ્થાપન સમિતિ ,શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ હાજર રહીને દાતાનું અભિવાદન કર્યું હતું અને દાતા પરિવારની દિલેરીને બિરદાવાઈ હતી.