GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ભાજપ સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મન કી બાત નિહાળવાનો કાર્યક્રમ યોજાયો

તારીખ ૩૦/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નો મન કી બાત નો લાઇવ ૧૧૭મો એપિસોડ નિહાળવાનો કાર્યક્રમ કાલોલ તાલુકાના ખડકી બુટ નંબર ૭૭ માં પૂર્વ તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ ના નિવાસસ્થાને તાલુકા ના તમામ બુથ સમિતિના કાર્યકર્તાઓ તેમજ પેજ સમિતિના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં યોજાયો હતો આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત કાલોલ તાલુકા ભાજપ પ્રમુખ મહીદીપસિંહ ગોહિલ સાથે પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ સહિતના ભાજપના કાર્યકરો અને હોદ્દેદારો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.







