ARAVALLIBAYADGUJARAT

અરવલ્લી જિલ્લામાં નારી વંદના સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો

કિરીટ પટેલ બાયડ

અરવલ્લી જિલ્લામાં નારી વંદન સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ યોજાયો
અરવલ્લી જિલ્લામાં “નારી વંદના સપ્તાહ ૨૦૨૪ “ ની ઉજવણી નિમિત્તે મહિલા સ્વાવલંબન દિવસના કાર્યક્રમનું આયોજન ભામાશા હોલ ખાતે કરવામાં આવ્યું ,આજની થીમ “મહિલા સ્વાવલંબન દિવસ” નિમિત્તે શ્રી વી.એ.ગઢવી ધ્વારા ઉપસ્થિત મેહમાનોને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ આજના દિવસ અનુસંધાને નિયામકશ્રી –રાજેશભાઈ કુચારા દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાર્થીનીઓ અને સખી મંડળની મહિલાઓને પોતે કેવી રીતે આત્મનિર્ભર થઇ શકે તેમજ સરકારી યોજનાકીય લાભ કેવી રીતે મેળવી શકે તેની જાણકારી આપી તેમજ નગરપાલિકા પ્રમુખશ્રી નિરજભાઈ શેઠ ધ્વારા મહિલાઓનો આત્મસન્માન અને પોતે પોતાના ઘર અને પરિવારનું કલ્યાણ કરવા માટે કેવી રીતે ભૂમિકા ભજવે છે તેની જાણકારી આપી તેમજ “ભણેલી દિકરી બે ઘર તારે“ એ વાક્યને સમર્થન આપી. ભણતર સાથે જો કોઈપણ પ્રકારની સ્કીલ હોય તો તેને બહાર લાવવા પ્રયત્ન કરવા અને સ્વ-નિર્ભર બનવા પ્રોત્સાહિત કર્યા.આ ઉપરાંત શ્રી વી.એ.ગઢવી ધ્વારા મહિલાઓ કેવી રીતે સ્વ- નિર્ભર બની શકે. તે માટે લિજ્જત પાપડનાં ઉદ્યોગની શરૂઆત મહિલાઓથી કરવામાં આવી હતી અને આજે ગુજરાતની દરેક જગ્યાએ તેની ચર્ચા છે, તેનું ઉદાહરણ લેતા મહિલાઓને પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત ગોપાલ સ્નેક્સનાં HRશ્રીએ કંપનીમા મહિલાઓ રસપ્રદ છે જે માટે અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રસ ધરાવતા હોય તો તે પણ સ્વાવલંબન બની શકે છે તે વિશે જણાવ્યું. અંતમા જિલ્લા રોજગાર કચેરી શ્રી નિરવભાઈ સોની દ્વારા ઉપસ્થિત રહેલ તમામ અધિકારીશ્રીઓ અને મહેમાનશ્રીઓનો આભાર વ્યક્ત કરી અલ્પઆહાર સાથે કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો.
જેમાં આંમત્રિત મેહમાન તરીકે શ્રી સંગીતાબેન રાઠોડ,શ્રી બીનાબેન વિ પંડ્યા ઉપસ્થિત રહ્યા જેમણે સખી મંડળ માં જોડાઈ પોતાના એક અલગ ગૃહઉદ્યોગ ની શરૂઆત કરી અને કઈ રીતે તેમને સફળતા મળી તે બાબતે માહિતી આપી તેમજ મુખ્ય મહેમાનશ્રીઓ માં નિયામકશ્રી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી – શ્રી રાજેશભાઈ કુચારા, નગરપાલિકા પ્રમુખશ્રી- નિરજભાઈ શેઠ, જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી હસીનાબેન મનસુરી, પ્રોજેક્ટ મેનજર-શ્રી વી.એ. ગઢવી,દહેજ પ્રતિબંધક અધિકારી –શ્રી રમેશભાઈ ચૌધરી ,શ્રીનિરવભાઈ સોની- જિલ્લા રોજગાર કચેરી અરવલ્લી ,શ્રી દેવાંગભાઈ (HR) ગોપાલ સ્નેક્સ લીમીટેડ ધનસુરા ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!