CHOTILAGUJARATSURENDRANAGAR

ચોટીલા તાલુકાના સાંગાણી ગામ ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

તા.23/11/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

આયુષ્માન કાર્ડ તેમજ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભ વિતરણ કરાયા.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચોટીલા ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણના અધ્યક્ષસ્થાને ચોટીલા તાલુકાના સાંગાણી ગામની પ્રાથમિક શાળા ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેવાડાનાં લોકો સુધી સરકારની વિવિધ યોજનાઓના લાભો પહોંચે તે માટે સરકાર કટીબદ્ધ છે ધારાસભ્યએ લોકોને આયુષ્માન કાર્ડ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની યોજનાઓના લાભ લેવા અનુરોધ કર્યો હતો આ ઉપરાંત ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’- રથ નંબર -૫ ને ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું તેમજ બાલિકાઓએ કુમકુમ તિલક કરી રથનું ઉમળકાભેર ભવ્ય સ્વાગત કર્યું હતું કાર્યક્રમ દરમિયાન રથ દ્વારા સરકારની પ્રજાલક્ષી યોજનાઓ કાર્યોની ઝાંખી દર્શાવતી શોર્ટફિલ્મ મહાનુભાવો સહિત ગ્રામજનોએ રસપૂર્વક નિહાળી હતી ઉપરાંત સ્થાનિક ગ્રામજનોને યોજનાકીય બેનરો, પેમ્પ્લેટ થકી સરકારની સિદ્ધિઓ ઉપલબ્ધિઓ અંગેનું સાહિત્ય વિતરણ કરીને લોકજાગૃતિ લાવવાનો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો નોંધનીય છે કે, મહાનુભાવોના વરદ હસ્તે સરપંચ તેમજ ઉપસરપંચ ને સાંગાણી ગ્રામ પંચાયત દ્વારા લેન્ડ રેકોર્ડનું ૧૦૦% ડિઝીટાઇઝેશન કરવાની સિદ્ધિ માટે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા તેમજ આયુષ્માન કાર્ડ અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ મહાનુભાવોના વરદહસ્તે લાભ વિતરણ કરવામાં આવ્યા હતા અંતમાં ઉપસ્થિતોએ વિકસિત ભારત સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા વિશેષ “મેરી કહાની, મેરી જુબાની” આવાસ યોજનાના લાભાર્થી મનસુખભાઈએ પ્રતિભાવ રજૂ કર્યો હતો કાર્યક્રમ દરમિયાન રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવાનો સંદેશો આપતું ‘ધરતી કહે પુકાર કે’નાટક પણ રજૂ કરાયું હતું કાર્યક્રમ સ્થળ પર જ ઉજ્જવલા યોજનાના સ્ટોલ દ્વારા લાભાર્થીઓને લાભનું વિતરણ તેમજ આરોગ્ય વિભાગ દ્વારા વિનામૂલ્યે આરોગ્ય ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારીશ્રી પ્રિયાંક ગલચર, નાથાભાઈ સંઘાણી તેમજ રઘુભાઈ કુકડિયા સહિત અગ્રણીઓ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!