તા.૧૨.૦૮.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરની આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે વિદ્યાર્થીઓને આરોગ્ય વિષે જાણકારી એજ બચાવ પર કાર્યક્રમ યોજાયો
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી અને જીલ્લા ટીબી એચ આઈ વી ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદની સુચના અનુસાર દાહોદ જિલ્લાના આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ખાતે “ઇન્ટેસીફાઈડ આઈ.ઈ.સી. કેમ્પેઈન ૨૦૨૫” ૧૨ ઓગષ્ટ ૨૦૨૫ ના રોજ લોન્ચીગ કરવામાં આવ્યું.જેની થીમ છે “ROUTES OF TRANSMISSION & PREVENTION STRATEGIES” એચ.આઇ.વી. અને જાતીય રોગોથી બચાવ માટે લોકોમાં જાણકારી હોવી ખુબ જરૂરી હોય લોકોમાં જાગૃત્તી આવે તે માટે આર.એન્ડ.એલ.પંડ્યા હાઈસ્કુલ ધોરણ ૦૯ થી ૧૨ ના કુલ-૬૦૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો.જેમાં આરોગ્યના વિવિધ પ્રોગ્રામના તજજ્ઞો દ્વારા એચ.આઈ.વી, ટીબી, સીફીલીશ ,એસ.ટી.આઈ,હિપેટાઈટીશ, સિકલસેલ, લેપ્રસી જેવા રોગો વિષે આરોગ્ય શિક્ષણ વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને રોગો વિશે ક્વીઝ કોમ્પીટીશન કરવામાં આવી અને સાચો જવાબ આપનારને ઇનામ દ્વાર પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમનો મુખ્ય ઉદેશ્ય છે કે, વિદ્યાર્થીઓને સમયસર સેવાઓ વિશે જાણકારી મળે અને ટેસ્ટીંગ તેમજ ટ્રીટમેન્ટ માટે અવર્નેશ થાય. તથા વધુ જાણકારી માટે નજીકના આરોગ્ય સંસ્થાની મુલાકાત લો. આ કાર્યક્રમમાં ડી.ટી.એચ.ઓ., લેપ્રેસી મેડીકલ ઓફિસર, એ.આર.ટી. મેડીકલ ઓફિસર દિશા ડાપકુના સ્ટાફ, એન એ સી પી તથા એડોલેશન કાઉન્સેલર અને ટી.બી. એસ.ટી.એસ. શાળાના આચાર્ય શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા