અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મોડાસા રૂરલ વિસ્તારમાં દારૂના ખેલનો પર્દાફાશ: ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે 37 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપ્યો
મોડાસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા લિંભોઇ નજીક ઇટાડી પાટિયા પાસે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમની ટીમે બુધવારે રાત્રે દારૂની મોટી ખેપ ઝડપીને સમગ્ર પોલીસ તંત્રને ચોંકી ઉઠાવ્યું છે. રાજ્યની બહારથી ગુજરાતમાં દારૂ લાવતો માફિયાઓ ધ્વારા જે તે જગ્યાએ પહોંચે એ પહેલાં જ પકડાઈ ગયો હતો.પાઇલોટિંગ કરતી 1 કાર પકડાઈ છે, જેમાંથી બે કાર દારૂથી ભરેલી હતી અને એક કાર પાઇલોટિંગમાં હતી. સંદિગ્ધ રીતે દારૂની હેરાફેરી કરતા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
દારૂનો કુલ જથ્થો રૂ. 13,71,000થી વધુનો હોવાનું પ્રાથમિક અનુમાન છે, જયારે કુલ મુદ્દામાલની કિંમત રૂ. 37 લાખથી વધુ હોવાનું કહેવાય છે. ટીમે જપ્ત કરેલી ગાડીઓ, મોબાઇલ ફોન અને અન્ય સાક્ષ્યોની પણ તપાસ હાથ ધરી છે.દારૂ રખિયાલ અને દહેગામ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો, પણ ત્યાં પહોંચે એ પહેલાં જ ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમની ચોકસાઈથી આરોપીઓનો પ્લાન ફેલ થઈ ગયો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કેસમાં વધુ 10 આરોપીઓ વિરુદ્ધ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ આરોપીઓની ધરપકડ માટે વિસ્તૃત તપાસ શરૂ કરવામાં આવી છે.મહત્વની બાબત એ રહી કે જ્યારે સ્થાનિક મોડાસા રૂરલ પોલીસ નિષ્ક્રિય રહી, ત્યારે ગાંધીનગરથી આવેલી સાયબર ક્રાઈમની ટીમે દારૂના રેકેટ પર સફળ ઑપરેશન પાર પાડ્યું હવે સમગ્ર મામલે સ્થાનિક પોલીસ ના શિથિલ વલણ પર પણ સવાલો ઉઠી રહ્ય છે.