
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાનું સન્માન કરવામાં આવ્યું
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સર્વોદયના સિદ્ધાંત સાથે સાર્વત્રિક વિકાસમાં સહયોગી બનીએ – રાજ્યમંત્રી ત્રિકમભાઇ છાંગા.
ભુજ,તા-૧૫ જાન્યુઆરી : કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આજરોજ કેરા ખાતે ઉચ્ચ શિક્ષણ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાનો સાર્વજનિક અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સાથે જ રાજ્યમંત્રી એ બળદિયા -ઝૂમખા રોડ તથા વડવા- હાજાપર – હરુડી રોડનું ખાતમુહૂર્ત કર્યું હતું.કેરા હાઇસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યમંત્રી એ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વિકાસના નવા નવા આયામો સર કરી રહ્યું છે. ત્યારે તેમણે વડાપ્રધાન ના સર્વોદયના સિદ્ધાંત સાથે સાર્વત્રિક વિકાસમાં સહયોગી બનવા અપીલ કરી હતી. આ પ્રસંગે તેમણે કેરા હાઇસ્કૂલના પાયાના પથ્થર સમાન મુખ્ય દાતાશ્રીઓની સરાહના કરતા જણાવ્યું હતું કે, કોઈપણ દેશના નિર્માણ માટે શિક્ષણ અતિ જરૂરી છે ત્યારે કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા આ ક્ષેત્રે કરાતા વિવિધ પ્રેરણાદાયિક કાર્યો તથા રચનાત્મક પ્રવૃત્તિઓ સમાજમાં ઉદાહરણરૂપ છે. આ સાથે તેમણે આઈ.ટી.આઈ માં નવા ટ્રેન્ડ શરૂ કરવા માટે રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગની ખાતરી સાથે કેરા– બાયપાસ રોડ બનાવવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રાજ્યમંત્રી એ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત સરકાર લોકોની સુખાકારી માટે શિક્ષણ, રોજગાર, આરોગ્યથી લઇને વિવિધ ક્ષેત્રે કાર્ય કરી રહી છે. ત્યારે વિકસિત ભારતના નિમાર્ણમાં ગ્રામજનોને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.આ પ્રસંગે કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, વિવિધ ગામના સરંપચ ઓ, વિવિધ સામાજિક સંસ્થાઓ, વિવિધ સમાજના આગેવાન ઓ, શિક્ષક સમાજ સહિત આસપાસના ગામના અગ્રણી ઓ દ્વારા રાજ્યમંત્રી નું સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઇ વરસાણીએ પ્રાસંગિક ઉદ્બોદન કર્યું હતું. આ પ્રસંગે NCCના વિદ્યાર્થીઓ દ્વારા રાજ્યમંત્રી ને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. રાજ્યમંત્રી એ શાળાના પ્રાંગણની મુલાકાત લઈને પ્રાથમિક, ઉચ્ચ માધ્યમિક, આઇ.ટી.આઈ સહિત કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ દ્વારા ચાલતી શિક્ષણની વિવિધ પ્રવૃતિઓ વિશે માહિતગાર થયા હતા.આ પ્રસંગે રાજ્યમંત્રી એ શાળાના શિક્ષકો સાથે બેઠક કરીને તેમના પ્રશ્નો જાણવા સાથે આત્મીય સંવાદ કર્યો હતો. શિક્ષકોને દેશના ભવિષ્યની પેઢીના ઘડવૈયા ગણાવીને તેમને શિક્ષક તરીકે જવાબદારી પુરા મનથી નિભાવવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમમાં દાતા ઘનશ્યામભાઇ ટપરીયા, ગોવિંદભાઇ વેકરીયા, દેવેન્દ્ર વાઘજીયાણી, ભીમજીભાઇ જોધાણી, હરીશભાઇ ભંડેરી, હરીશભાઇ ખેતાણી, મહેન્દર ભુવા, નારણભાઇ, ગોવિંદભાઇ પટેલ, રવજીભાઇ વરસાણી, હરીવદનભાઇ, નવીન પાંચાણી, રવજીભાઇ કેરાઇ, વસંતભાઇ પટેલ, અશોકભાઇ, કેરા સરપંચ મદનપૂરી સહિત આસપાસના ગામના આગેવાન ઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ રાજ્યમંત્રી એ કેરા ખાતે રૂ. ૨૨૬ લાખના ખર્ચે બનનાર બળદિયા –ઝૂમખા રોડ તથા રૂ. ૨૪૧ લાખના ખર્ચે બનનાર વડવા- હાજાપર- હરુડી ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે બળદિયા સરપંચ વનિતાબેન વેકરીયા, જીતુભા જાડેજા, દેવાભાઇ રબારી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. આ રસ્તાઓના ખાતમુર્હૂતથી નાગરિકો માટે વાહનવ્યવહાર વધુ ઝડપી, સરળ, સુગમ તથા આરામદાયક બનશે.















