BANASKANTHAGUJARATPALANPUR
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે QDC કક્ષાનો કલા ઉત્સવ યોજાયો

24 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે QDC કક્ષાનો કલા ઉત્સવ ઉજવાયો. જેમાં વિસનગરની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચિત્ર,બાળકવિ,સંગીત ગાયન, સંગીત વાદન જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. જેમાં માધ્યમિક વિભાગમાં ચિત્ર સ્પર્ધામાં આદર્શ વિદ્યાલયની રાવળ હની ભાવિનભાઈ એ પ્રથમ નંબર પ્રાપ્ત કરી QDC કક્ષાએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. જે બદલ કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા શાળાના આચાર્યશ્રીએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ.





