GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર કસ્બા તલાટી મામલતદાર કચેરીએ વારંવાર જતા રહેતા ઓફિસ માં ગેરહાજરી ના કારણે અરજદારો પરેશાન

વિજાપુર કસ્બા તલાટી મામલતદાર કચેરીએ વારંવાર જતા રહેતા ઓફિસ માં ગેરહાજરી ના કારણે અરજદારો પરેશાન
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર કસ્બા તલાટી પોતાની ફરજ પર ની જગ્યા છોડી મામલતદાર કચેરી માં વધુ હાજર રહેવાના કારણે મામલતદાર કચેરી માંથી મોંઘુ ભાડું ખર્ચીને તાલુકા પંચાયત માં આવેલ કસ્બા તલાટી પાસે ઘણા અરજદારો સહી સિક્કા માટે આવતા હોય છે ઘણી વખત કસ્બા તલાટી ફરજ ની જગ્યાએ હાજર નહીં હોવાથી અરજદારો ને ધક્કો પડે છે. મોબાઈલ કરતા તલાટી રોફ સાથે વાત કરતાહોવાનો પણ અતજદારો માં ચર્ચા ઉભી થઇ છે આ અંગે જાણવા મળતી માહીતી મુજબ છેલ્લા ઘણા સમયથી તાલુકા પંચાયત ખાતે આવેલ કસ્બા તલાટી ની ઓફિસ માં કામગીરી ને લઈ લોલમલોલ ચાલી રહ્યું છે. વિધવા બેનો સહાય લેવા માટે દર વર્ષ ની જુલાઈ માસમાં પુન લગ્ન નહીં કર્યા હોવાનો દાખલો આપવો પડે છે. જેના કારણે વિધવા બેનો ને વારંવાર સહી સિક્કા કરાવવા માટે મામલતદાર કચેરી અને કસ્બા તલાટી વચ્ચે પીસાવવું પડે છે રૂપિયા 1250 સરકાર આપે છે તેની સામે વિધવા બેનો ને રઝળપાટ વધુ થાય છે. ત્યારે ઘણી વખત કસ્બા તલાટી પોતાની ફરજની જગ્યાએ હાજર મળતા નથી આ બાબતે મામલતદાર નો સંપર્ક કરતા તેઓનો મોબાઈલ કોઈ કામસર બીજી આવતું હતું આમ વારંવાર અરજદારો ને કસ્બા તલાટી ને કારણે ઉભી થઇ રહેલી પરેશાની દૂર કરવા માટે તંત્ર પગલાં ભરશે ખરા કે પછી તેરી ભી ચૂપ ઓર મેરી ભી ચૂપ તો નથી ને. ?

Back to top button
error: Content is protected !!