BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ: દિલ્હી પબ્લિક સ્કૂલના વાર્ષિક મહોત્સવની ઉજવણી, દેશભક્તિની ભાવના ઉજાગર કરાય

સમીર પટેલ, ભરૂચ

ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી

ભરૂચના પગુથણ નજીક આવેલી છે શાળા
દિલ્હી પબ્લિક સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી
દેશભક્તિની થીમ પર ઉજવણી કરવામાં આવી
સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાય
શાળા પરિવાર અને વાલીઓ રહ્યા ઉપસ્થિત
ભરૂચની દિલ્હી પબ્લિક સ્કુલ ખાતે વાર્ષિક મોહત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરી હતી
ભરૂચ તાલુકાના પગુથણ ગામ નજીક આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલ ખાતે શૌર્ય ગાથાની થીમ પર વાર્ષિક મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહીદ ભગતસિંહજીના વંશજ કિરણજીત સિંહ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ એન્યુઅલ ફંકશનનું મુખ્ય આકર્ષણ શોર્ય ગાથા ઉપર દેશના વીરોએ જે દેશને આઝાદી માટે આપેલ બલિદાનને નવી પેઢી સુધી અને નવી પેઢીમાં દેશદાઝની ભાવના કેળવાયએ થીમ પર દેશભક્તિ ગીતો, નાટક રજૂ કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય સુનિલ કુમાર સહિત શાળા પરિવાર અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!