દઢિયાળ ગામે માન.મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ નો સત્કાર સમારોહ યોજાયો

29 ઓકટોબર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
ગુજરાત સરકારમાંઊર્જા,પેટ્રોકેમિકલ્સ, પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને સંસદીય બાબતોના કેબિનેટ કક્ષાના મંત્રી બનવા બદલ માન.મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ નો સમસ્ત દઢિયાળ ગ્રામજનો દ્રારા સત્કાર સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શુભ શરૂઆત પ્રા.શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના રજૂ કરી કરવામાં આવી હતી. ત્યારબાદ સમસ્ત દઢિયાળ ગ્રામજનો દ્વારા વિશાળ ફૂલહારથી અને મોમેન્ટોથી માન.મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ને સત્કારી અભિવાદન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ગામના વિકાસમાં હરહંમેશ અગ્રેસર રહેનાર, યુવાનો માટે પ્રેરણાસ્રોત તથા વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા દાતાશ્રીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં લાયબ્રેરી તથા ખેલકૂદ મેદાનના દાતાશ્રી એલ.એસ.ચૌધરી (નિવૃત્ત ડી.વાય.એસ.પી.), સ્મશાનગૃહના દાતાશ્રી તથા સ્મશાન માટે આજીવન લાકડાના દાતાશ્રી ડી.જી.ચૌધરી (નિવૃત્ત ડી.વાય.એસ.પી.) બંને દાતાશ્રીઓને આ પ્રસંગે મોમેન્ટ અને બૂકેથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તથા મહાપ્રસાદના દાતાશ્રી વી.કી.ચૌધરી, મંડપ, ડેકોરેશન લાઈટ, સાઉન્ડ વગેરેના દાતાશ્રી દઢીયાળ સેવા સહકાર મંડળીના પ્રમુખ અને મંત્રીશ્રી, તથા શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, આદર્શ શૈક્ષિણક સંકુલ, વિસનગરના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી અને શિક્ષણ જગતમાં અગ્રેસર રહેનાર શ્રી પી.વી.ચૌધરી (નિવૃત્ત શિક્ષકશ્રી) અને ગામના સરપંચશ્રી તથા નવીન કારોબારીનું પણ આ પ્રસંગે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં માન. કેબિનેટ કક્ષાના મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલે ગુજરાત સરકારનું સૂત્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ઉક્તિને સાર્થક કરતું પ્રવચન કરી “એક ગામ શ્રેષ્ઠ ગામ” ના સંકલ્પને સાર્થક કરવા દઢિયાળ ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવેલ વિકાસના કામો જેવા કે રોડ-રસ્તા, ગંદા પાણીનો નિકાલ, સ્વચ્છતા ત્યાં પ્રભુતા માટે ઘનકચરાનો યોગ્ય નિકાલ કરવા માટે વાહનની વ્યવસ્થા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નવીન બાંધકામ વગેરે કામોને પ્રાથમિકતા આપી સત્વરે પૂર્ણ કરવાની ખાતરી આપી હતી. તથા સન્માનીય વ્યક્તિઓમાંથી શ્રી કે.કે.ચૌધરી અને શ્રી પી.વી.ચૌધરી એ પણ ગામના વિકાસ માટે “એક બનો નેક બનો” તથા “સહકારથી સમૃદ્ધિ તરફ” વિશે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. તથા ગામના શ્રેષ્ઠીઓ અને આગેવાનશ્રીઓએ પણ એકતાના દર્શન કરાવી ગામના વિકાસમાં અગ્રેસર રહી શ્રેષ્ઠ ગામ બનાવવા માટે તત્પરતા દર્શાવી હતી. અંતમાં આભારવિધિ ગામના સરપંચશ્રી દિનેશભાઈ એ કરી હતી તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી હસમુખભાઈ કે. ચૌધરીએ કર્યું હતું.આમ સમસ્ત ગ્રામજનોના સાથ-સહકારથી સમગ્ર કાર્યક્રમ સફળ રહ્યો હતો.





