GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ

તા.09/04/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

જિલ્લામાં જુદી જુદી યોજનાઓ અંતર્ગત રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ વિકાસ કામોને મંજૂરી અપાઈ

સુરેન્દ્રનગર જિલ્લા પ્રભારી મંત્રી મુળુભાઈ બેરાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૫-૨૬ની જિલ્લા આયોજન મંડળની સમીક્ષા બેઠક યોજાઈ હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ તમામ વિકાસના કામો સમયસર અને ગુણવત્તા સભર રીતે પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં પ્રભારી મંત્રીએ વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ હેઠળના વિકાસકામો અંગે આયોજન અધિકારી પાસેથી માહિતી મેળવી સમગ્ર જિલ્લામાં વિકાસકાર્યો હાથ ધરવામાં આવે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા વધુમાં, વર્ષ ૨૦૨૪-૨૫ હેઠળ મંજૂર થયેલા વિવિધ વિકાસના કામો ઝડપથી પૂર્ણ કરવામાં આવે જેથી વિવિધ સુવિધાઓનો લાભ નાગરિકોને મળી શકે તેમ કહ્યું હતું આ તકે પ્રભારી મંત્રી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ માટે સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ૧૦ તાલુકાઓ તથા લીંબડી, ચોટીલા, પાટડી, ધ્રાંગધ્રા, થાનગઢ નગરપાલિકાના વિકાસ કામો માટે ૧૫% વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ રૂ.૮૭૦.૮૪ લાખના કુલ ૨૮૧ કામો તેમજ અનુસુચિત જાતિ જોગવાઇના રૂ.૧૬૧.૨૫ લાખના કુલ ૫૯ કામો તેમજ ૫% પ્રોત્સાહક જોગવાઈના રૂ.૨૬.૯૯ લાખના કુલ ૧૦ કામો, ભૌગોલિક રીતે ખાસ પછાત વિસ્તાર જોગવાઈ(નળકાંઠા, પાંચાળ, ભાલ) અન્વયે રૂ. ૯૩ લાખના ૨૬ કામો, વિવેકાધીન નગરપાલિકા જોગવાઈ અન્વયે રૂ. ૧૦૦ લાખના ૨૦ જેટલા કામો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (ખાસ પ્લાન) યોજના જોગવાઈ અન્વયે રૂ.૩૫ લાખના ૧૦ સહિત કુલ મળી રૂ.૧૨૮૭.૦૮ લાખના ૪૦૬ કામોને મંજૂરી આપવામાં આવી હતી તદુપરાંત વર્ષ ૨૦૨૩-૨૪ તથા વર્ષ ૨૦૨૪-૨૫માં મંજુર થયેલા કામોમાં રદ/ફેરફાર/ સ્થળ ફેરફાર/ ખૂટતા આયોજનના કામો મંજૂર કરવામાં આવ્યા હતા વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અને ‘આપણો તાલુકો, વાઈબ્રન્ટ તાલુકો એ.ટી.વી.ટી.’ જોગવાઈ અને સંસદસભ્ય જોગવાઈ સહિતનાં અન્ય બાકી કામો, મંજૂર થયેલા કામો, શરૂ ન થયેલા કામો અને પ્રગતિ હેઠળના કામો અંગે સમીક્ષા કરી તમામ કામો સત્વરે પૂર્ણ થાય તે દિશામાં પ્રયાસો કરવા પ્રભારી મંત્રીએ અમલીકરણ અધિકારીઓને તાકીદ કરી હતી આ બેઠકમાં જિલ્લા આયોજન અધિકારી સુરેન્દ્રસિંહ ડાભીએ જિલ્લામાં હાથ ધરાનારા વિવિધ વિકાસ કામોની વિગતવાર માહિતી પુરી પાડી હતી જિલ્લા કલેકટર ડો. રાજેન્દ્ર પટેલે મંત્રીને પુષ્પગુચ્છ અર્પણ કરી આવકાર્યા હતા આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ ચંદુભાઈ શિહોરા, જિલ્લા પંચાયત પ્રમુખ હરીકૃષ્ણભાઈ પટેલ, લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા, ચોટીલા ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ, દસાડા ધારાસભ્ય પી.કે.પરમાર, ધ્રાંગધ્રા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, તાલુકા પ્રમુખઓ, નગરપાલિકા પ્રમુખઓ, મ્યુનિસિપલ કમિશનર નવનાથ ગવ્હાણે, જિલ્લા વિકાસ અધિકારી કે. એસ. યાજ્ઞિક, નિવાસી અધિક કલેકટર આર.કે.ઓઝા સહિત જિલ્લાના વિવિધ વિભાગોનાં વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!