GUJARATKUTCHMANDAVI

જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને ‘હર ઘર તિરંગા’ કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

હર ઘર તિરંગા.

ભુજ,તા-૦૩ ઓગસ્ટ : જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. કલેક્ટરશ્રીએ તમામ ઉપસ્થિત અધિકારીશ્રીઓને હર ઘર તિરંગા કાર્યક્રમનું સુચારુ આયોજન થાય તે માટે સૂચનાઓ આપી હતી. જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વેચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓ અને નાગરિકોને સાથે રાખીને કાર્યક્રમનું આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ હર ઘર તિરંગા કાર્યક્રમના આયોજનને લઈને વધુમાં ઉમેર્યું હતું કે, શાળાઓને આ કાર્યક્રમમાં ભાગીદાર બનાવીને તિરંગા રેલીનું આયોજન કરવામાં આવશે. કચ્છ જિલ્લામાં આવેલા તમામ ગામડાઓ સહિત વિશેષ સરહદી વિસ્તારના ગામડાઓને હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત આવરી લેવામાં આવશે. શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે હર ઘર તિરંગા કાર્યક્રમની જાગૃતિ માટે નિબંધ સ્પર્ધાઓ, ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવા કલેક્ટરશ્રીએ ભાર મૂક્યો હતો. સ્થાનિક કલાઓ અને લોક નૃત્યો પણ તિરંગા રેલીમાં સામેલ થાય તે રીતે વ્યવસ્થિત આયોજન કરવા જિલ્લા કલેક્ટરશ્રીએ સૂચન કર્યું હતું.ઉલ્લેખનીય છે કે, સમગ્ર રાજ્ય સહિત કચ્છ જિલ્લામાં આગામી ૧૦થી ૧૩ ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના અનુસંધાને કચ્છ જિલ્લામાં જિલ્લાકક્ષાથી માંડીને તાલુકાકક્ષા, નગરપાલિકા અને ગ્રામ્ય સ્તર સુધીના કાર્યક્રમો યોજાશે. જિલ્લા કલેક્ટરશ્રીએ કચ્છની જનતાને હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદાર બનીને આ કાર્યક્રમની ઉત્સવરૂપે ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.આ સમીક્ષા બેઠકમાં પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, ઈન્ચાર્જ ડીડીઓ અને ડીઆરડીએના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનિલ જાદવ, નાયબ માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા, નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.આર. ઝનકાત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ભૂપેન્દ્ર વાઘેલા, ભુજ તાલુકા વિકાસ અધિકારીશ્રી સંજય ઉપલાણા, રમત ગમત વિભાગના અધિકારીશ્રીઓ જોડાયા હતા. જ્યારે અન્ય તાલુકાઓના પ્રાંત અધિકારીશ્રીઓ અને સબંધિત અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!