BHARUCHNETRANG

વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઝઘડીયા મદદનીશ પોલીસ અધિક્ષક દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરી ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરાઈ…

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

 

ગુજરાત રાજયમાં કાયદો અને વ્યવસ્થા જળવાય, લોકોમાં સુરક્ષા અને સલામતી અનુભવાય અને સ્થાનિક પોલીસ અને વહીવટી તંત્રના માધ્યમથી અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે. જેથી ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય દ્વારા તા.૧૫ માર્ચ ૨૦૨૫ ના રોજ સૂચના આપવામાં આવી હતી કે ૧૦૦ કલાકની અંદર ગુજરાત રાજયના દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવી.

 

ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે વાલિયા પોલીસ મથકના વિસ્તારમાં ઝઘડીયા મદદનીશ પોલીસ અધિક્ષક અજયકુમાર મીણાની આગેવાનીમાં પી.આઈ એમ.બી.તોમર સહિતના પોલીસ જવાનોએ ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ મથકથી ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જે વિવિધ વિસ્તારમાં ફરી ચાર રસ્તા ખાતે ગુનાઇત ભૂતકાળ ધરાવતા ઇસમોની કડક પૂછતાછ કરવામાં આવી હતી અને એસ.એસ.પીએ અસામાજિક તત્વોને અસામાજિક પ્રવૃતિઓ નહિ કરવા કડક સૂચનાઓ આપવામાં આવી હતી.અને જો ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા કોઈપણ તત્વો પકડાશે તો કડક કાર્યવાહી કરવા પોલીસ અધિકારીઓ સૂચના આપી હતી.

Back to top button
error: Content is protected !!