GUJARATKUTCHMANDAVI

કચ્છના વિવિધ પ્રશ્નોને લઈને પ્રભારીમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને ભુજ ખાતે સમીક્ષા બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી-બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

ભુજ,તા-12 ડિસેમ્બર  :  જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છના પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને કચ્છ જિલ્લાના વિવિધ પ્રજાલક્ષી પ્રશ્નોને લઈને સમીક્ષા બેઠક યોજાઈ હતી. ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ ઉપસ્થિત રહીને જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની રજૂઆત પ્રભારીમંત્રીશ્રી સમક્ષ કરી હતી.આ સમીક્ષા બેઠકમાં પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા સમક્ષ સર્વે ધારાસભ્યશ્રીઓ અને પદાધિકારીશ્રીઓએ કચ્છ જિલ્લામાં ટુરિઝમને ધ્યાને લઈને વિવિધ સુવિધાઓનું નિર્માણ, નવા રોડ રસ્તાઓની મંજૂરી અને પેચવર્ક, નગરપાલિકા સહિતના વિસ્તારોમાં ગટર અને સાફ સફાઈ ઝુંબેશ, શહેરી વિસ્તારોમાંથી પસાર થતા રસ્તાઓ અંગે બાયપાસ બનાવવાની કામગીરી, જિલ્લાની અને તાલુકાની હોસ્પિટલમાં જરૂરી સાધનો અને સ્ટાફ, પંચાયતોમાંથી નગરપાલિકા બની હોય એવા વિસ્તારોમાં બાંધકામની મંજૂરીઓ, ધારાસભ્યશ્રીના ગ્રાન્ટમાંથી નક્કી થયેલા કામોની વહીવટી અને તાંત્રિક મંજૂરીઓ, રેલવે ઓવરબ્રીજ નિર્માણના માટે જમીન સંપાદની પ્રક્રિયા, મહેસૂલ સંબંધી નાગરિકોની અરજીઓનો નિકાલ, વિવિધ શહેરી વિકાસ સત્તા મંડળોના વિકાસ કાર્યો, નગરપાલિકા વિસ્તારમાં સુદઢ અગ્નિશમન વ્યવસ્થા, ગૌચર દબાણને લગતા વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી. પ્રભારીમંત્રીશ્રીએ આ પ્રશ્નોને સાંભળીને તેનું વહેલીતક યોગ્ય નિવારણ લાવવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરાએ પદાધિકારીશ્રીઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્નોનું પ્રભારીમંત્રીશ્રીની સૂચના મુજબ તાત્કાલિક નિવારણ કરવામાં આવે તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને તાકીદ કરી હતી. આ બેઠકમાં ભુજના ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરી, અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઈ છાંગા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ શાહ, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટરશ્રી મિતેશ પંડ્યા, પ્રાંત અધિકારીશ્રીઓ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!