ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ વિસ્તારમાં એક રિક્ષાચાલકે વૃદ્ધને અડફેટે લીધા
તા.18/10/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અકસ્માત સર્જી રિક્ષાચાલક ફરાર થઈ ગયો હતો ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને અજાણ્યા રિક્ષાચાલક વિરૂધ્ધ સિટી પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર, ધ્રાંગધ્રાના હળવદ રોડ પર રહેતા નિવૃત્ત શિક્ષક જગદીશચંદ્ર આચાર્ય પોતાના ઘર નજીકથી પસાર થઈ રહ્યા હતા તે સમયે GJ 13 AQ 2891 નંબરની રિક્ષાના ચાલકે તેમને ટક્કર મારી હતી અકસ્માતને કારણે વૃદ્ધ રોડ પર પટકાયા હતા અકસ્માત બાદ રિક્ષાચાલક વૃદ્ધને ઈજાગ્રસ્ત હાલતમાં છોડીને ફરાર થઈ ગયો હતો આસપાસના રાહદારીઓએ તાત્કાલિક ઈજાગ્રસ્ત વૃદ્ધને સારવાર માટે ખસેડ્યા હતા અને તેમના પરિવારને જાણ કરી હતી પરિવારજનો દ્વારા તેમને વધુ સારવાર માટે સુરેન્દ્રનગરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટના અંગે વૃદ્ધના પુત્ર રામચંદ્રભાઈ આચાર્યએ અજાણ્યા રિક્ષાચાલક વિરુદ્ધ ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.