આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સંસ્કૃત ગૌરવ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું

26 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સંસ્કૃત ગૌરવ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું.ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા ભારતીય સાંસ્કૃતિક વિરાસત, સંરક્ષણ અને સંવર્ધન તથા સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે મહેસાણા અને વિસનગર શહેર પ્રશાસન તંત્ર તથા મહેસાણા અને વિસનગર શહેર શિક્ષણ વિભાગ દ્વારા તા-25/8/2026 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગર ખાતે “સંસ્કૃત ગૌરવ યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંસ્કૃત ગૌરવ યાત્રામાં વિસનગર શહેરની શૈક્ષણિક સંસ્થાઓ, વિવિધ જન કલ્યાણ મંડળના પ્રતિનિધિઓ જોડાયા હતા.
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે. કે. ચૌધરી અને જિલ્લા શિક્ષણાઅધિકારીની કચેરીના પ્રતિનિધિશ્રી પ્રિયકાન્ત પટેલ દ્રારા લીલી ઝંડી આપી સંસ્કૃત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં વિસનગર શહેરની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા રામાયણ, શ્રીમદ ભગવદ્ ગીતા, ભાગવત પુરાણ, વેદ, સુભાષિત, ઉપનિષદ, અર્વાચીન સંસ્કૃતિ, મહાભારત અને રામાયણ ઋષિમુનિઓ વગેરેના પ્રદર્શન અને પોસ્ટરો સાથે આ ગૌરવ યાત્રા આદર્શ વિદ્યાલયથી પ્રસ્થાન કરી મહેસાણા મહેસાણા ચોકડી, કમાણા ચોકડી, કમણા રોડ ભ્રમણ કરી પ્રાચીન અને વૈદિક સંસ્કૃત ભાષા અને ભારતીય સાંસ્કૃતિક વિરાસત, સંરક્ષણ અને સંવર્ધનનો પ્રચાર પ્રસાર કરી જન માનસને અવગત કર્યા હતા. આમ આદર્શ વિદ્યાલય તથા અન્ય શાળાઓના સહયોગથી “સંસ્કૃત ગૌરવ યાત્રા” નું સુંદર આયોજન થયું હતું.





