DAHODFATEPURAGUJARAT

કરોડીયા-પૂર્વ પ્રાથમીક શાળામાં જિલ્લા આયુર્વેદિક અધિકારી ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો.

oplus_132096

વાત્સલ્યમ્ સમાચાર

જુનેદ પટેલ-ફતેપુરા

 

તા 26 જૂન ને બુધવાર થી સમગ્ર રાજ્યમાં કન્યા કેળવણી મહોત્સવ તથા શાળા પ્રવેશોત્સવ નો પ્રારંભ થયો. જેના અનુસંધાને ફતેપુરા તાલુકાના કરોડીયા પૂર્વ ગામે આવેલ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે દાહોદ જીલ્લા આયુર્વેદિક અધિકારી ચંદન આર. બામણ ના અધ્યક્ષસ્થાને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. જેમાં બાલવાટિકા માં 26 જેટલા બાળકો ને કુમકુમ તિલક કરી સ્કૂલ બેગ, સહિત શિક્ષણનો સામાન આપી પ્રવેશ અપાવ્યો હતો જેમાં 26 વિદ્યાર્થીઓ બાલવાટિકા તેમજ 22 વિદ્યાર્થીઓ ધો.1 માં મળી કુલ 48 વિદ્યાર્થીઓ એ કરોડીયા પૂર્વ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવમાં પ્રવેશ મેળવ્યો હતો. જેમાં પ્રવેશ મેળવી રહેલ વિદ્યાર્થીઓ ને સ્કૂલ બેગ, નોટબુક, યુનિફોર્મ, કમ્પાસબોક્સ જેવી વિવિધ ભેટ આપી પ્રવેશ મેળવી રહેલ વિદ્યાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો. NMMS શાળા કક્ષાએ ઉતકુષ્ટ દેખાવ કરનાર તેમજ જ્ઞાન સાધના શીસ્યવૃત્તિ પરીક્ષામાં શાળા કક્ષાએ ઉતકુષ્ટ દેખાવ કરનાર વિદ્યાર્થીઓ તેમજ ધોરણ 3 થી 8 માં પ્રથમ નમ્બર મેળવેલ વિદ્યાર્થીઓનું ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા આયુર્વેદીક અધિકારી ચંદન આર. બામણ, સી.આર.સી. કોઓર્ડીનેટર મહેશ પટેલ, કરોડીયા-પૂર્વ ગ્રામપંચાયતના સરપંચ રાધિકાબેન નિનામાં, સી.એચ.ઓ. વૈશાલીબેન, ગ્રામપંચાયતના સભ્યો, સામજિક કાર્યકર તારેશ્વર નિનામાં, તેડાઘર, આંગણવાડી વર્કર બહેનો, ગામના વડીલો, આગેવાનો, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.

Back to top button
error: Content is protected !!