GUJARATKUTCHMANDAVI

સુરજપર ખાતે ભારાપર ગૃપનો વિજ્ઞાનમેળો યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ તા. ૧૯ સપ્ટેમ્બર  : સુરજપર પ્રાથમિક કન્યા શાળા ખાતે ભારાપર સીઆરસી ના ક્લસ્ટર કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 8 શાળાના 30 વિદ્યાર્થીઓએ 15 અલગ અલગ કૃતિઓ રજૂ કરી હતી. સી.આર.સી કો-ઓર્ડીનેટર શ્રી કરસનભાઈ ચૌધરીએ સૌ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને આવકાર આપ્યો હતો દીપ પ્રાગટ્ય બાદ આ કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થીઓ દ્વારા પોતાની કૃતિની અસરકારક રજૂઆત કરવામાં આવી હતી. સુરજપર પ્રાથમિક કન્યા શાળા તથા સૂરજપર હાઇસ્કુલ ના તમામ વિદ્યાર્થીઓએ આ કૃતિઓ નિહાળી હતી. નિર્ણાયક તરીકે ભરતભાઈ ગોસ્વામી, નિરાલીબેન વૈષ્ણવ તેમજ ધૃતિ સોલંકી એ ફરજ બજાવી હતી.શ્રી નારણપર પ્રાથમિક કન્યા શાળાએ વિભાગ 1, વિભાગ 3 અને વિભાગ 5માં પ્રથમ નંબર મેળવ્યો હતો. વિભાગ-2 માં જદુરા પ્રાથમિક શાળા તેમજ વિભાગ-4 માં સૂરજપર પ્રાથમિક કન્યા શાળાએ પ્રથમ નંબર મેળવ્યો હતો. તમામ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ ખૂબ જ મહેનત કરીને અને ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો એ બદલ સી.આર.સી. કૉ- ઓર્ડીનેટર બિરદાવ્યા હતા.

Back to top button
error: Content is protected !!