
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : આર્ય જ્યોતિ વિદ્યાલય તથા ગર્લ્સ હાઇસ્કુલ શામળાજી ખાતે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન નિમિત્તે સેમીનાર યોજાયો
અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ મોડાસા દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસની ઉજવણીના ભાગરૂપે આર્યજ્યોતિ વિદ્યાલય અને ગર્લ્સ હાઇસ્કુલ શામળાજીના સંયુક્ત ઉપક્રમે ગ્રાહક સુરક્ષા અને માર્ગદર્શન સેમીનાર નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં ગ્રાહક તરીકેના અધિકારો અને ફરજો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો .જેના ભાગરૂપે શાળા કક્ષાએ નિબંધ સ્પર્ધા, વક્તુત્વ સ્પર્ધા અને ક્વિઝ કોમ્પિટિશન જેવી વિવિધ સ્પર્ધાઓનું અને ગ્રાહક સુરક્ષા સૂત્રોચાર દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવોની ગરિમામય ઉપસ્થિતિ રહી હતી.જેમાં સમારંભના અધ્યક્ષ એમ.વી.રાઠોડ સાહેબ જિલ્લા પુરવઠા અધિકારી (DSO) અરવલ્લી જિલ્લો.મુખ્ય મહેમાન એસ.જી. ચૌધરી સાહેબ મદદનીશ નિયંત્રક અને ગ્રાહક સુરક્ષા અધિકારી, અરવલ્લી જિલ્લો એમ.કે. આગલોડિયા સાહેબ ઇન્સ્પેક્ટર તોલમાપ વિભાગ, અરવલ્લી જિલ્લો.અતિથિ વિશેષ દિલીપભાઈ કટારા સાહેબ મંત્રી શામળાજી પ્રદેશ કેળવણી મંડળ શામળાજી એન.પી.ઝાલા સાહેબ એડવોકેટ મોડાસા તથા સમગ્ર કાર્યક્રમના નિમંત્રક તરીકે સિરાજ મન્સૂરી સાહેબ મેનેજિંગ ડિરેક્ટર અરવલ્લી જિલ્લા ગ્રાહક સુરક્ષા પરિષદ, મોડાસા અને લલિતકુમાર બી. સુથાર સાહેબ આચાર્ય આર્યજ્યોતિ વિદ્યાલય, તથા ગર્લ્સ હાઈસ્કૂલ ના આચાર્ય બેન ચેતનાબેનની ઉપસ્થિતિ રહી હતી. આ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. અધ્યક્ષશ્રી એ પ્રાસંગિક ઉદ્બોદનમાં વિદ્યાર્થીઓને જાગૃત થવા હાંકલ કરી હતી. અને મુખ્ય મહેમાન શ્રી એ ગ્રાહક તરીકે મળેલા અધિકાર અને છેતરપિંડી સામે સાવધાની અંગે વિદ્યાર્થીઓને જાગૃત કર્યા હતા. સાથે વસ્તુની ગુણવત્તા એક્સપાયરી ડેટ અને પાકું બિલ લેવા જેવા મહત્વના મુદ્દા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આર્યજયોતિ વિદ્યાલય ના આચાર્ય એલ.બી.સુથાર સાહેબ દ્વારા મહેમાનોનુ સ્વાગત કરવામા આવ્યુ હતુ. તથા મ.શિ ડી.પી.પટેલ તથા એ.એસ.પટેલ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.




