સંતરામપુર નગરપાલિકા નગરમાં સ્વચ્છતા પ્રત્યે બેધ્યાન..

સંતરામપુર નગરપાલિકા નગરમાં સ્વચ્છતા પ્રત્યે બેધ્યાન??!!
અમીન કોઠારી મહીસાગર…
પ્રાપ્ત થતી વિગતો અનુસાર, સંતરામપુર નગરપાલિકા વિસ્તાર માં આવેલ કાદરી મસ્જિદ વિસ્તાર માં ગટરો નું ગંદુ પાણી ઉભરાઈ ને આજુ બાજુ ફરી વળતા સ્થાનીક રહીશો માં ભારે રોષ જોવા મળે છે.
નગરપાલીકા દવારા ગટરો નું નિયમિત સાફ સફાઈ કામ વ્યવસ્થિત રીતે થતું નાં હોય ગટરોમાં ગંદો કચરો ભરાઇ જાય છે અને ગટરો ચોક અપ થઇ જાય છે, તેથી ગટરો નું ગંદું પાણી ઉભરાઈને બહાર આવે છે જે ખુબ જ દુર્ગંધ મારે છે જેથી આજુબાજુના રહીશો મુશ્કેલી માં મુકાયા છે .
સંતરામપુર નગરના વોર્ડ નંબર 06 અને રજાનગર વિસ્તારમાં આવેલી કાદરી મસ્જિદ નજીકના ઘરો આગળ ગટરના ગંદા પાણી નો યોગ્ય નિકાલ ન હોવાથી , આ પાણી રોડ અને આજુબાજુના વિસ્તારોમાં ફરી વળતાં સ્થાનિક રહીશો આ ગંધાતા પાણીની દુર્ગંધ ને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, આ ગંદા પાણીના ભરાવાથી આ વિસ્તારમાં ચિકનગુનિયા, મેલેરિયા, તાયફોઇડ, અને સ્વાઇન ફ્લૂ જેવી જીવલેણ બીમારીઓ ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે.
સ્થાનિક રહીશો દ્વારા અનેક વખત નગરપાલિકા માં લેખિત તેમજ મૌખિક રજુઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય
કામગીરી ન થતા હવે લોકોમાં નગરપાલિકા નાં બિન કાર્યક્ષમ વહીવટ પ્રત્યે ભારે નારાજગી જોવાં મળે છે..
અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે વોર્ડ નંબર 6 અને કાદરી મસ્જિદ વિસ્તાર એટલે પ્રવર્તમાન સંતરામપુર નગરપાલિકાના પ્રમુખશ્રી નો વિસ્તાર જેવો આ વોર્ડમાંથી ચૂંટાઈને જ પ્રમુખ બન્યા છે છતાં પણ આ વિસ્તાર પ્રત્યે ઓરમાયુ વર્તન રાખવામાં આવતું હોવાની જોર સોરથી લોક મૂકે ચર્ચા ચાલી રહી છે.
આ વિસ્તાર નાં નગરજનો દ્વારા માંગણી કરવામાં આવી છે કે સંતરામપુર નગરપાલિકા દ્વારા તાત્કાલિક રીતે આ મામલે ગંભીરતા દાખવી, સફાઇ કર્મીઓની ટીમ દ્વારા તાત્કાલિક જરૂરી સાફસફાઈ ની કામગીરી હાથ ધરી ને ગટરો ની સાફ સફાઈ નિયમિત રીતે દરરોજ કરવામાં આવે અને વારંવાર ઉભરાતી ગંદી ગટરનાં પ્રશ્ને કાયમી ધોરણે ઉકેલ લાવવા નગરપાલિકા સંતરામપુર દ્વારા સક્રિયતા દાખવવામાં આવે એવી પ્રબળ લોક માંગ ઉઠવા પામી છે.






