ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે રામજી મંદિરમાં તસ્કરોએ હાથફેરો કર્યો

તા.07/08/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના તાલુકા મથકોએ ગુનાખોરી દિન પ્રતિદિન પોલીસ તંત્રના રાજ્યમાં વક્રી રહી છે અને લોકો તો સલામત રહ્યા નથી પણ ભગવાન પણ હવે સલામત રહ્યા નથી તેવું હાલમાં લોકોમાં ચર્ચા રહ્યું છે અને ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાનની મૂર્તિના ધાતુના હાર અને અન્ય વસ્તુઓની ચોરી થતાં ગ્રામજનોમાં પણ રોશની લાગણી જોવા મળી હતી ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને તેના તાલુકામાં થતું કોઈ દિન પ્રતિદિન ગુનાપોરી નું આખું વધતો જઈ રહ્યો છે ત્યારે પોલીસ તંત્ર પણે નિષ્ક્રિય હોવાનું પણ લોકોમાં ચર્ચા રહ્યું છે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના મેથાણ ગામે આવેલ રામજી મંદીરમાં ભગવાનની મુર્તીના ધાતુના હાર અને ચોટીલા તાજપર ગામે રહેણાક મકાન બહારથી બાઈક ચોરાયાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે બીજી તરફ પાટડીમાં પાણીપુરીની બે લારીઓમાં તોડફોડ કરી ચોરી થઈ છે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે નીતેશસીંહ હઠુભા ઝાલા રહે છે તેમના પત્ની રંજનબા ગામના સરપંચ તરીકે સેવા આપે છે ગામના ઝાંપે રામજી મંદીર આવેલ છે જેમાં મનોજભાઈ સાધુ અને તેમનો પરીવાર પુજા કરે છે તા. 5મી ઓગસ્ટના રોજ સવારે મનોજભાઈએ ફોન કરી નીતેશસીંહને મંદીરના ગર્ભગૃહનું તાળુ તુટેલુ હોવાની જાણ કરી હતી આથી નીતેશસીંહે જઈને તપાસ કરતા મંદીરમાં ભગવાનને પહેરાવેલ ધાતુના 4 હાર કિંમત રૂ. 10 હજારના ચોરાયા હતા આથી આ અંગે ગામના વડીલો સાથે ચર્ચા કરી તેઓએ ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે રૂ. 10 હજારની કિંમતના ભગવાનને પહેરાવેલ ધાતુના હાર ચોરી કરીને લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે આ ચોરીમાં મંદીરમાં રહેલ સીસીટીવીમાં એક શખ્સ તાળા તોડતો નજરે પડે છે ત્યારે બનાવની વધુ તપાસ પીએસઆઈ એમ. બી. વીરજા ચલાવી રહ્યા છે.


