GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના કોન્ક્રિટ ખરી પડ્યા.સ્થાનિકો દ્વારા રેલવે ઉપર ગંભીર આક્ષેપ.

 

તારીખ ૦૬/૦૯/૨૦૨૫

સાજીદ વાઘેલા કાલોલ 

ત્રણેક વર્ષ પહેલાં બનાવાયેલ કાલોલ તાલુકાના ડેરોલ સ્ટેશન ખાતે રેલવે દ્વારા બનાવેલો અંડર બ્રિજના તકલાદી કામને કારણે દર વર્ષે ચોમાસામાં અંડર બ્રિજમાં પાણી ભરાઈ જવા પામે છે અને લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આ બ્રિજ નો ઉપયોગ 2000 જેટલા શાળાના વિદ્યાર્થીઓ અને 40 થી 50 જેટલા ગામના નાગરિકો નિયમિત રીતે કરે છે ત્યારે આ બ્રિજની ઉપરથી એક દિવસની 140 થી વધુ ટ્રેનો પસાર થાય છે ત્યારે ટ્રેનો પસાર થાય છે તે ભાગમાં કોંક્રિટ નો ભાગ ધરાસાઈ થવા પામ્યો છે અને તે સમયે બ્રિજની અંદરથી પસાર થતી ચાર જેટલી મહિલાઓ આબાદ રીતે બચી જવા પામી છે. ત્યારે અંદર બિઝને કામગીરી ઉપર શરૂઆતથી જ ગંભીર સવાલો ઊભા થયા હતા અને બ્રિજની મધ્યમાંથી કોંક્રિટનો ભાગ નીચે પડી જવાથી બ્રિજની સલામતી ઉપર ગંભીર સવાલો ઉભા થયા છે. આ તબક્કે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા રેલ્વે વિભાગ દ્વારા આ બાબતે યોગ્ય તપાસ કરી બ્રીજ ની મરામત કરાવી જનતાની સલામતી અંગે યોગ્ય પગલા લેવા માંગ કરી છે. સ્થાનિક નાગરિક અને સામાજિક કાર્યકર કૃણાલભાઈ બારોટ દ્વારા રેલવે ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ અંડર બ્રિજમાં કોઈ તપાસ રેલ્વે દ્વારા કરવામાં આવી નથી તેવા આક્ષેપ લગાવ્યા છે.

Back to top button
error: Content is protected !!