DAHODGARBADAGUJARAT

દાહોદમાં પોલીસ પર ગંભીર આક્ષેપ: યુવકને ઘરે થી ઉઠાવી ગરબાડા પોલીસ સ્ટેશનમાં મારમારી, હોસ્પિટલમાં સારવાર હેઠળ 

તા.૨૨.૦૨.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં પોલીસ પર ગંભીર આક્ષેપ: યુવકને ઘરે થી ઉઠાવી ગરબાડા પોલીસ સ્ટેશનમાં મારમારી, હોસ્પિટલમાં સારવાર હેઠળ

દાહોદ જિલ્લામાં પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. ગારબાડા પોલીસ સ્ટેશનના કેટલાક પોલીસ કર્મચારીઓ પર એક યુવકને ઘેરેથી જ બળજબરીપૂર્વક ઉઠાવી લઈ જઈને પોલીસ સ્ટેશનમાં મારમારી કરવાની ફરિયાદ નોંધાઈ છે.ફરિયાદ મુજબ, તારીખ 20.02.2025 ના રોજ સવારના સમયે ગારબાડા પોલીસ સ્ટેશનના બે પોલીસ કર્મચારીઓ ખાનગી વાહન લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યા હતા. તેમણે યુવકને પૂછપરછના બહાને પોતાના સાથે લઈ ગયા હતા. પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસ સ્ટેશનમાં યુવક સાથે મારપીટ કરવામાં આવી અને તેને ગંભીર ઇજાઓ પહોંચી.પરિવારનું કહેવું છે કે યુવકને માથા અને શરીરના ભાગોમાં ઇજા થતા તેને બાદમાં સારવાર માટે દાહોદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું તબીબી નિરીક્ષણ અને સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. હાલ યુવકની સારવાર ચાલી રહી હોવાનું જણાવાયું છે.ફરિયાદમાં આરોપ છે કે પોલીસ કર્મચારીઓએ કાયદાની પ્રક્રિયા વિના જ યુવકને ઘરે થી લઈ જઈ દુર્વ્યવહાર કર્યો. પરિવારજનોએ જિલ્લા પોલીસ અધિક્ષક સમક્ષ લેખિત રજૂઆત કરીને જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ સમગ્ર મામલે ગારબાડા પોલીસ તરફથી હજી સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ઘટનાને લઈને વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને લોકો નિષ્પક્ષ તપાસની માંગ કરી રહ્યા છે.હવે જોવાનું એ રહેશે કે આ ગંભીર આક્ષેપો અંગે પોલીસ વિભાગ શું કાર્યવાહી કરે છે અને સત્ય બહાર આવે છે કે નહીં

Back to top button
error: Content is protected !!