GUJARATMORBIMORBI CITY / TALUKO

JODIYA” દીકરો દીકરી એક સમાન “વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે.જોડિયા(તા.) જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા.

 

JODIYA” દીકરો દીકરી એક સમાન “વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે.જોડિયા(તા.) જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા.

 

“દીકરો દીકરી એક સમાન “વર્તમાન સમયની આ ઉક્તિને ચરિતાર્થ કરતું ઉદાહરણ એટલે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના જામદુધઈ ગામની દીકરી સુહાનીબેન રાજેશભાઈ ગાંભવા.ઘટના એવી ઘટે કે સુહાની બેનના પિતાશ્રી રાજેશભાઈ ત્રિકુભાઈ ગાંભવા જોડિયા તાલુકાના કેશીયા ગામે હાઈ સ્કૂલમાં પટાવાળા તરીકે ફરજ બજાવતા હતા.અને તેઓનું તારીખ 20/01/2025 ના રોજ અકસ્માતે અવસાન થયું હતું. તેમને સંતાનોમાં બે દીકરીઓ. તેમાંથી મોટા દીકરી સુહાનીબેન પિતાનું સપનું સાકાર કરવા રાજકોટમાં કોમ્પ્યુટર એન્જિનિયરરીંગ નો અભ્યાસ કરે છે. તા. 21/01/2025 ના રોજ જામદુધઈ મુકામેથી જ્યારે ધર્મપ્રેમી અને ખૂબ જ લાગણીશીલ સ્વભાવ ધરાવતા રાજેશભાઈ ની સ્મશાન યાત્રા નીકળી તો તેમના કુટુંબની સાથે અનેક લોકો આ સ્મશાન યાત્રામાં જોડાયા હતા. પરંતુ વિશેષ વાત એ હતી કે દીકરી સુહાનીએ પિતાની સ્મશાન યાત્રામાં પિતાને કાંધ આપી. એટલું જ નહીં પરંતુ પુત્રની જેમ તેમને મુખાગ્ની આપી અંતિમસંસ્કાર કર્યો હતો. અને વર્તમાન સમાજને એક નવું ઉદાહરણ પુરુ પાળ્યું હતું..

Back to top button
error: Content is protected !!